Watch “પોરબંદર માં પાલિકા ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ અખાદ્ય પદાર્થનો જથો નાશ કરી દંડ વસુલાયો” on YouTube

પોરબંદર શહેરમાં પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું અત્યારસુધીમાં કુલ 50000 નો દંડ ફટકારાયો

પોરબંદર છાયા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ફૂડ અધિકારી ને સસ્પેન્ડ કર્યા હતા ત્યારબાદ ફરીથી લેવામાં આવતા ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અલગ અલગ ફરસાણ મીઠાઈ તથા લારીઓ માં ખુલ્લા ખાદ્ય પદાર્થો રાખતા વેપારીઓ પાસેથી અત્યાર સુધીમાં 50,000 નો દંડ વસૂલવામાં આવ્યો છે

પોરબંદરમાં મીઠાઈ તેમજ ફરસાણ ઉત્પાદક તથા વિક્ર્તાઓને ત્યાં દરોડા

ચેકિંગમાં અખાદ્ય તથા એક્સપાયરી ડેટ ની ચીજ વસ્તુઓ નો નાશ કરવામાં આવ્યો

દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી

પોરબંદર શહેરમાં પાલિકા ના ફૂડ વિભાગ દ્વારા ફૂડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેર માં આવેલી દૂધની ડેરીઓ ફરસાણની દુકાનો તથા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા લારી વાળા અને રેસ્ટોરન્ટ તથા હોટેલમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને અખાદ્ય પદાર્થનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. મુખ્ય બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા ના ફૂડ વિભાગમાં કોઈ ફૂડ અધિકારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે નગરપાલિકા માં ફરીથી ફુડ વિભાગ ના અધિકારી વિજય ઠક્કરાર ને ફરજ લેવામાં આવતા. પોરબંદર માં અલગ આલગ સ્થળો એ ફૂડ ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરી હતી

અખાદ્ય પદાર્થ બાબતે પોરબંદર ની બે રેસ્ટોરન્ટ માં થી 10,000 નો દંડ વસુલાયો

પોરબંદરમાં આજે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા હોટલો રેસ્ટોરાં અને ફરસાણ વિક્રેતા ઓ પાસે જઈ ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં શહેર માં ખાદ્યપદાર્થો ના વેચાણ કરતા તમામ ધંધાર્થીઓ લારીઓ દૂધની ડેરીઓ પ્રોવિઝન સ્ટોર મીઠાઈ ફરસાણ ની દુકાનો નાસ્તા ગૃહ રેસ્ટોરન્ટ તેમજ શાકભાજી ફળોનું ચેકીંગ કરાયું કડીયા પ્લોટ માં આવેલ ડે ટુ ડે જનરલ સ્ટોર 1000 નો દંડ,
મીઠાઈ પાસે બેસ્ટ બીફોર ડેટ ન દર્શાવતા ભોજેશ્વર પ્લોટ ની હરિઓમ સ્વીટ નર 1000 નો દંડ
તથા ખુલા પદાર્થો રાખવા બદલ કિરણ કરણા લારી વાળા ને 1000 નો દંડ ફટકારેલ છે.આ ઉપરાંત પોરબંદર રીવરફ્રન્ટ સામે આવેલ આશાપુરા રેસ્ટોરન્ટ ને 5000 રૂપિયા દંડ તથા શિવ સાગર રેસ્ટોરન્ટ 5000 નો દંડ ફટકાર્યો હતો જેમાંથી અખાદ્ય પદાર્થનો જથો નાસ કરી ફૂડ વિભાગ અધિકારી વિજય ભાઈ ઠક્કરારે જણાવ્યું હતું કે ગેરરીતિ હોય તેવા સ્થળો પર દરોડા પાડી દંડ કરવામાં આવે છે અને તમામ ખાણી પીણી ના ધંધાર્થીઓ જો ફરી થી કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે .

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!