પોરબંદરમાં હલાલ ફૂડ માં વાસી બોઇલ ચિકન નો બે કિલો જથ્થો જપ્તહલાલ ફૂડ માં વાસી બોઇલ ચિકનનો બે કિલો જથ્થો ફૂડ ચેકીંગ માં જપ્ત
પોરબંદરમાં પોરબંદર નગરપાલિકાની ફૂડ ચેકિંગ અંગેની ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા ધંધાથીઓ તથા લારીઓ અને દૂધની ડેરીઓ પ્રોવિઝન સ્ટોર બેકરી સ્ટોર મીઠાઈ ફરસાણ ની દુકાનોમાં નાસ્તા ગૃહ રેસ્ટોરન્ટ તેમજ શાકભાજી ફળોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાંથી કુલ આઠ ધંધાર્થીઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે પોરબંદરમાં આવેલ ઠક્કર પ્લોટમાં ઇટાલિયન બેકરી ના માલિકને પ્રીમયસીસમાં અસ્વચ્છતા અને ઉઘાડા ખાદ્ય પદાર્થ રાખતા 1,000 નો દંડ આ ઉપરાંત અનમોલ બેકરી ને પણ 1,000 નો દંડ કરવામાં આવ્યો છે તથા ચૂનાના ભઠ્ઠા સામે આવેલ હલાલ ફૂડ માં વાસી બોઇલ ચિકન નો બે કિલો જથ્થો જપ્ત કરેલ છે આ ઉપરાંત રજા બેકરી અપ્સરા બેકરી મોમાઈ ગોળ શ્રીનાથજી ગોળ અને જલારામ ગોળ સામે ઉઘાડા ખાદ્ય પદાર્થ રાખવા બદલ એક હજારનો દંડ ફટકારેલ છે
Please follow and like us:
CATEGORIES Porbandar