પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળાનાં બાળકોને પર્યટન પર જઈને શિક્ષણ અપાયું
આજ રોજ તા:૦૩-૦૭-૨૦૨૪ ના રોજ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં પ્રકરણ ૧ માં *પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન* વિશે અભ્યાસ કરાવવામાં આવે છે જેની ઉંડાણ પૂર્વક સમજ માટે શાળા નજીક આવેલા ખેતરમાં મુલાકાત લઈ વધુને વધુ દ્રઢિકરણ થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ખેતરમાં કામ કરતા જયમલ ભાઈ અને તેમના પરિવાર દ્રારા વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી જેમાં .
ભુમિ તૈયાર કરવાથી પાકનો સંગ્રહ કેવી રીતે કરવો એ વિશે ખૂબ જ સરસ સમજ આપવામાં આવી હતી. વરસાદની ઋતુમાં પાક વિશેની માહિતી મેળવી બાળકો ખૂબ જ ખુશ થયા હતા. સાથે સાથે ત્યાં બેસીને જ વિદ્યાર્થીઓએ પોતાને ઉદભવેલા પ્રશ્ર્નો પૂછ્યા હતા અને અંદરો અંદર ચર્ચા પણ કરી હતી. બાળકોને સમજ અને સમય આપવા બદલ શાળા પરિવાર જયમલ ભાઈ અને પરિવારનો આભાર માન્યો હતો.
આ મુલાકાત આચાર્યા હીરીબેન દાસાના માર્ગદર્શન હેઠળ
વિજ્ઞાન શિક્ષક મૌલિક જોષી અને અલ્કાબેન ઠાકર દ્રારા આયોજન કર્યું હતું. બાળકોને પણ નવિન માહિતી મળી હતી એમને પણ ખુબ આભાર માન્યો હતો..
