ધી (યુવા) પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ અને ડો. વી. આર. ગોઢાણીયા કોલેજ- બી.બી.એ. ડીપાર્ટમેન્ટ દ્વારા એમ.ઓ.યુ.
ધી યુવા પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસટ્રીઝ અને ડો. વી.આર. ગોઢાણીયા કોલેજ વિધ્યાર્થીઓ માટે કાંઈક વિશેષ કરવા હર હમેશ તત્પર અને અગ્રેસર રહીયા છે ત્યારે આવો એક નવતર પ્રયાસ આ બન્ને સંસ્થા આ હોદેદારો દ્વારા એક એમ.ઓ.યુ. કરી અને કરવામાં આવેલ છે.
દાયકાઓથી પોરબંદર તેમજ સૌરાષ્ટ્રમાં શિક્ષા ક્ષેત્રે વિશેષ યોગદાન આપતી આ શૈક્ષણીક સંસ્થાનો વિશેષ ફાળો રહીયો છે અને તેને હર હંમેશ યુવા ચેમ્બર નો સંર્પણ રીતે વિશેષ સહયોગ મળતો રહયો છે. આ સંસ્થાને વિશેષ માર્ગદર્શન ડો. વિરમભાઈ ગોઢાણીયાનું પ્રાપ્ત થતું જ રહેતુ હોય છે અને તેના નેજા હેઠળ બી.બી.એ વિભાગના ડિરેકટરથી ચીત્રાબેન જુંગી તથા પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીસના નેજા હેઠળ કાર્યરત ધી યુવા ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ના પ્રમુખ પ્રમોદભાઈ માવાણીએ આ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગમાં હસ્તાક્ષર કરી આ જોડાણ કરેલ છે,
આ એમ.ઓ.યુ. અંતર્ગત એક વિશેષ કોર્ષ માટે તાલીમ પ્રદાન કરવાના હેતુસર એસ.ટી.એલ.પી કોર્ષ નું આયોજન કરેલ છે જે અંતગત લીડરશીપ, બેંકીંગ, માર્કેટીંગ એન્ડ બ્રાન્ડીંગ વિ. ના સર્ટીફીકેટ કોર્ષની તાલીમ આપવામાં આવશે જે વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસીકતા તથા અન્ય વ્યાપાર નોકરી માં ખુબ ઉપયોગી થશે.તેમજ આ કરાર અંતર્ગત વિવિધ સેમીનાર, વર્કશોપ, ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ , એકસ્પર્ટ સેશન વિ. નું આયોજન થશે અને તેમાથી વિધ્યાર્થીમિત્રોને માર્ગદર્શન અને પ્રેરણા મળે તેવી વ્યવસ્થા બન્ને સંસ્થાના સયુંકત ઉપક્રમે થશે.
આ કરાર વખતે પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ના પ્રમુખ અનીલભાઈ કારીયા, ડો. વીરમભાઈ ગોઢાણીયા સી. યુવા ચેમ્બર પ્રમુખ પ્રમોદભાઈ માવાણી, ઉપપ્રમુખ એડવોકેટ આકાશ લાખાણી, બીબીએ ડીપા. ના ડિરેકટરથી ચીત્રાબેન જુંગી ઉપસ્થીત રહયા હતા.