Watch “પોરબંદર થી 90 નોટિકલ માઈલ દૂર વિદેશી શિપના કેપ્ટનને એટેક આવતા કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું” on YouTube
પોરબંદર થી 90 નોટિકલ માઈલ દૂર વિદેશી શિપના કેપ્ટનને એટેક આવતા કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું
પોરબંદર થી 90 નોટિકલ દૂર એક વિદેશી શિપ માં કેપટન ને હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી કોસ્ટ ગાર્ડ ને મળતા પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવી હતી પોરબંદર માં સારવાર અર્થે લવાયા બાદ. કેપટનની સ્થિતિ વધુ ગંભીર જણાતા રાજકોટ ખસેવડવા માં આવ્યો હતો.
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે વાતાવરણ ખરાબ હોય છે આવા સમયે સમુદ્રમાં મુશ્કેલી ભરી પરિસ્થિતિ હોય છે આ વાતાવરણમાં એક વેપારી એમ ટી ગેસ પીસસ નામની શિપ મુદ્રાથી માલદીવ ગેસ ભરીને જતું હતું પોરબંદર થી 90 નોટિકલ માઇલ અંતરે પહોંચતા શિપ ના કેપટન ને હાર્ટ એટેક આવ્યો હતો.શિપ ના ક્રૂ મેમમ્બરો એ તાત્કાલિક કોસ્ટ ગાર્ડ ની મદદ માંગી હતી કેપટન નો જીવ બચાવવા કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટર ની મદદ થી વિદેશી શિપ પાસે પહોંચી કેપટન ને સમુદ્રમાં ગંભીર વાતાવરણ માં એરલીફ્ટ કરવામાં આવ્યો હતો.પોરબંદર હોસ્પિટલમાં લાવવામાં આવતા તેની સ્થિતિ ગંભીર જણાતા રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો. આમ કોસ્ટ ગાર્ડ દ્વારા આજે કેપટન નો જીવ બચાવવામાં આવ્યો હતો .