Watch “રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધામાં પોરબંદરનું ગૌરવ વધારતા એક્સ્ટ્રીમ ફિટનેસ એકેડમીના વિદ્યાર્થીઓ” on YouTube
રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધા માં પોરબંદર નું ગૌરવ 11 મેડલ સાથે એક્સ્ટ્રીમ માર્શલઆર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી ના કરાટે વિદ્યાર્થીઓ એ બતાવ્યું કાંડાનું કૌવત
તેલંગાના હૈદરાબાદ માં યોજાનારી રાષ્ટ્રીય કક્ષા ની કરાટે સ્પર્ધા માટે થઈ પસંદગી.
કરાટે ની બે જુદી-જુદી સ્પર્ધાઓ
કુમિતે સ્પર્ધા અને કાતા સ્પર્ધા મેડલ :
ગોલ્ડ મેડલ – 6
સિલ્વર મેડલ – 2
બ્રોન્ઝ મેડલ – 3
ટોટલ મેડલ – 11
તાજેતરમાં અખિલ ગુજરાત કરાટે એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાની કરાટેની કાતા અને કુમિતે બે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન ખુબજ શિષ્ટ અને સુંદર અને નયનરમ્ય કુદરતી વાતાવરણ માં સંસ્થાના પ્રમુખ સિંહાન વિજય ભટ્ટ ના કુશળ નેતૃત્વ માં જૂનાગઢ ખાતે કરવામાં આવેલ હતું જેમાં પોરબંદર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના સાનિધ્ય માં ચાલતી એક્સ્ટ્રીમ માર્શલઆર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી ના સાત બાળકોની પસંદગી થયેલ હતી જેમાં આ બન્ને સ્પર્ધાઓમાં એક્સ્ટ્રીમ માર્શલઆર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી ના હોનહાર માર્શલઆર્ટ્સ અને કરાટે નિષ્ણાત સેન્સઈ મહેશ મોતીવરસના માર્ગદર્શન માં તૈયાર થયેલી ટીમએ કુલ 11 મેડલ પ્રાપ્ત કરી પોરબંદર ને ગૌરવ અપાવેલ છે.મેડલ પ્રાપ્ત કરેલ કરાટે વીર-વિરંગનાઓ માટે ચારેબાજુથી શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે.
જુદી જુદી કાતા અને કુમિતે બન્ને કરાટે સ્પર્ધાઓમાં મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ-
કુમિતે વેટ કેટેગરી :-
ક્રિપા જુંગી:- 1st રેન્ક – 50kg
સ્નેહા કોટિયા :- 1st રેન્ક – 42kg
ગીત તોરણીયા :- 3rd રેન્ક – 40kg
પાર્થ મકવાણા :- 1st રેન્ક – 62kg
રૂદ્ર ચોટાઇ :- 1st રેન્ક – 34kg
તેજ મદલાણી :- 2nd રેન્ક – 33kg
હિતાર્થ સામાણી :- 1st – 20kg
કાતા વય શ્રેણી :-
ક્રિપા જુંગી :-
1st રેન્ક – અન્ડર : 13
સ્નેહા કોટિયા :-
2nd રેન્ક – અન્ડર : 14
પાર્થ મકવાણા :-
3rd રેન્ક – અન્ડર : 15
તેજ મદલાની :-
3rd રેન્ક – અંડર10
કુમિતે અને કાતા મેડલ :-
ગોલ્ડ મેડલ – 6
સિલ્વર મેડલ – 2
બ્રોન્ઝ મેડલ – 3
ટોટલ મેડલ – 11
ઉપર મુજબના તમામ કરાટે સ્પર્ધકોની પસંદગી રાષ્ટ્રિય કક્ષાની કરાટે સ્પર્ધા માટે થયેલ છે જે આગામી હૈદરાબાદ,તેલંગાણા ખાતે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવશે.
આ સિદ્ધિ બદલ તમામ કરાટે વિદ્યાર્થીઓ ,મુખ્ય કોચ સેન્સઈ મહેશ મોતીવરસ ,સુનિલ સેઠી ,અંજલિ ગંધરોકીયા ,બાળકોના વાલીઓ તેમની શાળાઓના પ્રિન્સિપાલો તમામ ને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના માર્શલઆર્ટ્સ ફિટનેસ એકસપર્ટ કેતન કોટિયા અને સુરજ મસાણી એ શુભેચ્છાઓ પાઠવેલ છે.