શ્રીમતી મેધાવિનીબેન ડી. મહેતા પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર ઓફ કોમર્સ સેમેસ્ટર-૨નું ૧૦૦% પરિણામ
પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજ અંતર્ગત ચાલતા શ્રીમતી મેધાવીનીબેન ડી. મહેતા પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર ઓફ કોમર્સ સેમેસ્ટર-૨નું ૧૦૦ ટકા પરિણામ જાહેર કરવામાં આવેલું છે.
તાજેતરમાં જ યોજાયેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની એમ.કોમ.સેમ. ૨ની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પરિણામ મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં ૭૮.૬૦% સાથે કુ. હીરલ પ્રવીણભાઈ નિમાવત પ્રથમ ક્રમાંકે, ૭૮.૨૦% સાથે કુ. દિશા રાજુભાઈ ઓડેદરા દ્વિતીય ક્રમાંકે, અને ૭૭.૮૦% સાથે કુ. શીતલ કાનાભાઈ ખૂટી તૃતીય ક્રમાંકે ઉતીર્ણ થયા છે.
આ તકે કોલેજના પ્રચાર્ય ડૉ. અનુપમ નાગરસર, કોમર્સ વિભાગના અધ્યક્ષ અને કોમર્સ પીજી સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. ભરતસિંહ ડોડીયા તેમજ સર્વે ગુરૂજનોએ વિદ્યાર્થીનીઓએ મેળવેલી સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન તેમજ આશીર્વાદ પાઠવ્યા છે તેમજ ભવિષ્યમાં આવી જ સિદ્ધિ મેળવે અને પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.