જીએમસી સ્કૂલ માં “હાઉ ટુ કન્વર્ટ યોર ડ્રીમ ઇન્ટુ રિયાલીટી?” વિષય પર માર્ગદર્શન સેમીનાર યોજાયો.

GMC શાળામાં માર્ગદર્શન સેમીનાર યોજાયો
પોરબંદરમાં જીએમસી સ્કૂલ માં ૯ થી ૧૨ ના વિદ્યાર્થી ઓ માટે “હાઉ ટુ કન્વર્ટ યોર ડ્રીમ ઇન્ટુ રિયાલીટી?” વિષય પર માર્ગદર્શન સેમીનાર યોજાયો.

પોરબંદરની જાણીતી જીએમસી સ્કૂલ વિધ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અવનવા કાર્યક્રમો કે જેમાં વિધ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી થઈ શકે અને એમના ભવિષ્ય માટે એમને સાચું માર્ગદર્શન આપી શકાઈ એવા અવિરત પ્રયત્ન કરતી રહે છે. જીએમસી સ્કૂલ હંમેશા અવનવા પ્રયત્નો દ્વારા પોતાના વિધ્યાર્થીઓમાં નવી આવડત વિકસિત થાય એના ભાગરૂપે આજે પોરબંદરમાં જીએમસી સ્કૂલ માં ૯ થી ૧૨ ના વિધ્યાર્થીઓ માટે “હાઉ ટુ કન્વર્ટ યોર ડ્રીમ ઇન્ટુ રિયાલીટી?” વિષય પર માર્ગદર્શન સેમીનાર યોજાયો. જેના માટે પોરબંદરના પ્રખ્યાત સી.એ. કેવલ ગાજરાને આમંત્રણ આપવામાં આવેલું. જેઓ સી.એ. છે. એમને સી.એ. તરીકે ઇન્ટરનેશનલ કંપનીમાં,બેન્કમાં કામ કરેલું છે. સાથે તેઓ પોતાની સી.એ.ની પ્રેક્ટિસ પણ કરે છે. તેઓ સી.એ. ની સાથે એક પરફ્યુમની કંપનીના માલિક પણ છે. એમની સાથે એમની પત્ની મૈત્રી ગાજરાએ પણ સેમિનાર પોતાનો મહત્વનો રોલ બજાવ્યો.કેવલ ગજરાએ વિધ્યાર્થીઓને વાતચીત અને ઘણી એક્ટિવિટીઓ દ્વારા ખૂબ જ સરસ રીતે વિધ્યાર્થીઓને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય અને શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટે પોતાના સપનાઓને સાકાર કરવા માટે કઈ કઈ આદતો અને કેવો માઇન્ડસેટ રાખવો એ નવીન એક્ટિવિટી કરવી ખૂબ જ સુંદર રીતે વિધ્યાર્થીઓને પોતાની પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સથી પ્રેરિત કર્યા. સેમિનારમાં વિઘ્યર્થીઓને એમટી યોર કપ, નેચર ડ્રો એક્ટિવિટી, ૧૨ આદતો – પોતાના સપનાઓને સાકાર કરવા માટે, પ્લેટ અને કલર એક્ટિવિટી, ગ્રેટીટ્યુડ એકટીવીટી વગેરે કરી વિધ્યાર્થીને પોતાના શબ્દછટાથી જકડી રાખેલા. આ સેમિનારમાં ખાસ તો ૯ થી ૧૨ના વિધ્યાર્થીઓએ ઉમંગભેર અને ઉત્સાહસભર ભાગ લઈ આ સેમિનારને સફળ બનાવ્યો. આ સેમિનારને સફળ બનાવવા માટે જીએમસી સ્કૂલ ના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરા અને ટ્રસ્ટી દેવાભાઇ ભૂતિયાના માર્ગદર્શન હેઠળ જીએમસી સ્કૂલના કોઓર્ડિનેટર પ્રતાપભાઈ ઓડેદરા, જીએમસી સ્કૂલના કાઉન્સેલર શિવાનીબેન સામાણી, તથા સ્કૂલના તમામ સ્ટાફે જેહમત ઉઠાવી હતી. આ સેમિનાર પૂર્ણ થયા બાદ ટ્રસ્ટીશ્રી દેવાભાઇ ભૂતિયા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નિશાબેન બાપોદરાએ પૂરી ટીમને અભિનંદન પાઠવ્યા અને કેવલ ગાજરા અને મૈત્રી ગાજરાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!