પોરબંદર માં જિલ્લા અભિલેખાગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદના ઐતિહાસીક ફોટો ગ્રાફસનું પ્રદર્શન જવાહર નવોદયવિધાલય ખાતે યોજાયુ

આઝદી કા અમૃતમહોત્સવ અને સરકારના ૧૦૦ દિવસની કામગીરીના લક્ષાંકોના ભાગરૂપે જિલ્લા અભિલેખાગાર કચેરી, પોરબંદર દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૩ ના રોજ જવાહર નવોદય વિધાલય પોરબંદર ખાતે યોજાયુ. આ પ્રદર્શનનું ઉદઘાટન નરસિંહ મહેતા યુનિવર્સીટી જુનાગઢના ઇતિહાસ વિભાગના વડા ડો. વિશાલ જોષીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ સમારંભના અતિથી વિશેષ તરીકે અધ્યાપકશ્રી ડો. રૂષિરાજ ઉપાધ્યાય, જવાહર નવોદય વિધાલયના આચાર્યશ્રી આર. એલ. કુમાવત, ગુ.રા.અભિલેખાગાર ખાતુ ગાંધીનગરના અધિકારી જશવંતગિરિ ગોસ્વામી અને જિલ્લા અભિલેખાગાર કચેરી, પોરબંદરના અધિકારી વનરાજસિંહ હાડા ઉપસ્થિત રહયા હતા.

ડો. વિશાલ જોષીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવેલ કે વિવેકાનંદનું વ્યક્તિત્વ ભારતની ભાવિ પેઢી માટે પ્રેરણાત્મક છે. વિશ્ર્વમાં ભારતીય સંસ્કૃતિ અને દર્શનનો ડંકો વગાડનાર વિવેકાનંદજીના વ્યાખ્યાનો અને સંદેશાઓને આત્મસાત કરીને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થઇ શકશે. જેથી ભારત વિશ્વગુરૂ બનશે. ડો. જોષીએ ગુ.રા.અભિલેખાગારની આ ઉમદા કામગીરીને બિરદાવીને જણાવુ કે ગુજરાતમાં જયાં જયાં સ્વામી વિવેકાનંદજીનો પ્રવાસ થયેલ છે ત્યાં ગુ.રા.અભિલેખાગાર ખાતા દ્વારા પ્રદર્શનો યોજવા જોઇએ.

ડો.રૂષિરાજ ઉપધ્યાયે જણાવેલ કે સ્વામી વિવેકાનંદનુ જીવન યુવા શક્તિ માટે પ્રેરણારૂપ છે અને તેમના વિચારો શક્તિપુંજ સમાન છે.

આ સમગ્ર પ્રદર્શનનું આયોજન ગુ.રા.અભિલેખાગાર ખાતુ ગાંધીનગરના અધિકારી જશવંતગિરિ ગોસ્વામી અને જિલ્લા અભિલેખાગાર કચેરી, પોરબંદરના અધિકારી વનરાજસિંહ હાડા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રદર્શનથી વિધાર્થીઓ-યુવાનો વિવેકાનંદજીના જીવન ઝરમરના ફોટોગ્રાફસથી પ્રેરણા લઇને ભારતના ઉકૃત્ય ભાવિ યુવા શક્તિનુ નવસર્જન થશે તેમ જણાવ્યુ. જવાહર નવોદય વિધાલયના આચાર્યશ્રી આર. એલ, કુમાવતે સ્વામી વિવેકાનંદજીના જીવન પ્રેરક જીવન પ્રસંગોનુ આબેહુબ વર્ણન કરીને વિવેકાનંદજીના જીવન મુલ્યો જીવનમાં ઉતારવા વિધાર્થીઓને હાકલ કરી.

આ પ્રદર્શન જવાહર નવોદય વિધાલયના ૫૫૦ વિધાર્થીઓ, શિક્ષકો તેમજ એરપોર્ટના પરિવારજનોએ નિહાળીને અભિભૂત થયા અને આવા વિવિધ પ્રદર્શનો સમયાંતરે યોજાય અને પોરબંદરવાસીઓને તેનો લાભ મળે તે માટે જણાવ્યુ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS Wordpress (0) Disqus ( )

error: Content is protected !!