ખાણ મંત્રાલયે ગુજરાતના પોરબંદરમાં ઓફશોર એરિયા મિનરલ બ્લોક્સની હરાજી પર ઐતિહાસિક રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું

ખાણ મંત્રાલયે આજે ગુજરાતના પોરબંદર ખાતે ભારતના સૌપ્રથમ ઓફશોર એરિયાઝ મિનરલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયાનું અનાવરણ કરવા માટે એક વિશિષ્ટ રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ આયોજન ભારતના અપતટીય પ્રદેશોની ખનિજ ક્ષમતાને અનલોક કરવા, ઉદ્યોગના અગ્રણીઓ, મુખ્ય હિસ્સેદારો અને સરકારના પ્રતિનિધિઓને એકસાથે લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત ભારત સરકારના ખાણ મંત્રાલયના સંયુક્ત સચિવ અને વહીવટી સત્તામંડળ શ્રી વિવેક કે. વાજપેયીના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી, જેમાં નવીનતા અને સ્થિરતાના માધ્યમથી ખાણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાના સરકારના દ્રષ્ટિકોણની રૂપરેખા આપવામાં આવી હતી. તેમણે ભારતની આર્થિક વૃદ્ધિ અને માળખાગત વિકાસને ટેકો આપવા માટે ઓફશોર ખનિજ સંસાધનોને અનલોક કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ભારત સરકારનાં ખાણ મંત્રાલયનાં સચિવ શ્રી વી. એલ. કાંથા રાવે પોતાનાં સંબોધનમાં ભારતનાં અપતટીય વિસ્તારોમાં ચૂનાનાં કાદવ-કીચડનાં ખનનની પરિવર્તનકારી સંભવિતતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉદ્યોગના સંસાધન આધારમાં વિવિધતા લાવવા અને સપ્લાય ચેઇનની સ્થિતિ સ્થાપકતામાં વધારો કરવામાં સિમેન્ટ ઉત્પાદન માટે મહત્વપૂર્ણ કાચો માલ, ચૂના-કાદવની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો. શ્રી રાવે અપતટીય ખનિજ સંસાધનોની શોધ અને સ્થાયી ઉપયોગિતા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની રાષ્ટ્રની પરિકલ્પના સાથે કેવી રીતે સુસંગત છે એ વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે પારદર્શક અને રોકાણકારોને અનુકૂળ હરાજી પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાની સરકારની કટિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો, જેથી આ સંસાધનોનો ઉપયોગ આર્થિક વૃદ્ધિને વેગ આપવા, માળખાગત વિકાસને ટેકો આપવા અને રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે કરવામાં આવે.

ગુજરાત સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગના કમિશનર શ્રી ધવલ પટેલે આ કાર્યક્રમમાં ભારતના ઓફશોર માઈનીંગ સેક્ટરમાં ગુજરાતના વ્યુહાત્મક મહત્વ પર ભાર મૂકતા આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ખાસ કરીને અપતટીય પ્રદેશોમાં રાજ્યની વિશાળ ખનિજ ક્ષમતા પર પ્રકાશ પાડતા તેમણે સંશોધન અને સંસાધનોના સાતત્યપૂર્ણ ઉપયોગ માટે વ્યવસાયને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની ગુજરાતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

એસબીઆઇસીએપીએસએ હરાજીની પ્રક્રિયા માટે તબક્કાવાર માર્ગદર્શિકા પ્રદાન કરી હતી, જે સંભવિત બિડર્સ માટે સ્પષ્ટતા સુનિશ્ચિત કરે છે. જી.એસ.આઈ.એ ચાવીરૂપ ટેકનિકલ તારણો રજૂ કર્યા હતા, જેમાં ગુજરાતના દરિયાકાંઠે ચૂનાના કાદવના વિશાળ ભંડાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.  એમએસટીસીએ સીમલેસ ભાગીદારી માટે રચાયેલ મજબૂત અને પારદર્શક હરાજી પ્લેટફોર્મનું પ્રદર્શન કર્યું.

આ રોડ શો સરકારની ખાણકામમાં નવીનતા અને પારદર્શકતા પ્રત્યેની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે સ્થાયી ઓફશોર રિસોર્સિસના ઉપયોગ અને નવા જોડાણો માટેનો માર્ગ મોકળો કરે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!