ગુરુકુલ મહિલા કોલેજ દ્વારા સામાજિક સંસ્થા સ્વસ્તિક ગ્રુપ ના સથવારે સેવા…
https://youtube.com/watch?v=Ew4kpNtrxWo&feature=shared
ગુરુકુલ મહિલા કોલેજ દ્વારા સામાજિક સંસ્થા સ્વસ્તિક ગ્રુપ ના સથવારે સેવાયજ્ઞ સંપન્ન. અંધકાર દૂર કરી પ્રકાશ તરફ લઈ જતા તહેવારોની શ્રૃંખલા એટલે દિપાવલી અને આ પર્વ સમાજના જરૂરિયાત મંદ લોકો પણ આનંદ થી ઉજવી શકે તે માટે ગુરુકુલ મહિલા કોલેજ ના એન.એસ.એસ.વિભાગ તથા યુથ રેડક્રોસ દ્વારા એક સેવા પરમો ધર્મ અંતર્ગત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેનો હેતુ વિદ્યાર્થીનીઓ સમાજના જરૂરિયાતમંદ લોકોની વેદનાને સમજી તેઓના માટે સંવેદનશીલ બની કોઈ ને કોઈ પ્રકારની મદદ કરે.આ અનુસંધાને પોરબંદર ની ૩૫ પ્રકારના સેવા કર્યો કરતી સ્વૈચ્છિક સંસ્થા સ્વસ્તિક ગ્રુપ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેના સ્થાપક અને સેવાના પર્યાય વીનેશ ગૌસ્વામી અને તેઓની જોડે નિમેષ ગોંડલિયા અને ચૈતાલી મસાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને ગુરુકુલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા કપડાં, સ્ટેશનરી, પગરખાં, કટલેરી તથા ચણાનો લોટ, મેંદા લોટ અને એક સીંગતેલ બોટલ ની કીટ બહેનોએ પોતાના પોકેટ મની ને એક દિવસ સેવા કાર્યમાં વાપરી કુલ ૧૧ કીટ પણ સ્વસ્તિક ગ્રુપ ને સુપ્રત કરી હતી. સમાજના ખુબજ આર્થિક રીતે નબળા માણસો પણ પ્રકાશ પર્વને આનંદથી ઉજવે તે માટે કોલેજની બહેનો દ્વારા થયેલા આ સેવાયજ્ઞ ને સ્વસ્તિક ગ્રુપ ના વીનેશ ગૌસ્વામી એ હ્રદય પૂર્વક વધાવ્યું હતું તથા આ સેવા માટે પ્રેરણા આપનાર કોલેજના આચાર્ય અને સર્વ અધ્યાપક મિત્રોનો આભાર માન્યો હતો. વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે થયેલા પરોપકારી કાર્યની પ્રસંશા સાથે કોલેજના પ્રિન્સીપાલ ડૉ .અનુપમ નાગર દ્વારા ખરા અર્થમાં એન.એસ.એસ.નો મંત્ર ‘નોટ મી બટ યુ ‘ જીવનમાં ઉતારવા બદલ બિરદાવવામાં આવી હતી.સમગ કાર્યક્રમનું સંકલન યુથ રેડક્રોસ કોલેજ સંયોજક ડૉ.નયન ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યને પાર પાડવા એન.એસ.એસ.ઓફિસર ડો.કેતકીબેન પંડ્યા તથા ડૉ.રાજેન્દ્ર ચૌધરીએ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થિની લીડર કુ.વિરલ રાણાવાયા કુ.ક્રિષ્ના ચોમલ તથા કુ.મૈત્રયી ખેર અને કુ.હિરલ ચાંડેગરા એ જહેમત ઉઠાવી હતી અને કશુંક દેવાની ભાવના સાથે તમામ બહેનોના ચહેરા પર એક અલગ ઉત્સાહ જણાતો હતો.
