13 ઓગસ્ટે વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદરના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે
પોરબંદર જિલ્લામાં રહેતા વૈષ્ણવ (બાવા વૈરાગી) સાધુ સમાજ ના તેજસ્વી તારલા ઓનું સન્માન કરવાનું આયોજન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે જે અંગે આયોજન સમિતિ મિટિંગ નું આયોજન કરાયું હતું
તારીખ 25 /07/2023 ના રોજ સ્વસ્તિક હોલ કમલાબાગ એમ ઇ એમ સ્કુલ સામે પોરબંદર ખાતે યોજાયેલ આ મિટિંગમાં સર્વાનુમતે આગામી 13 ઓગસ્ટ ના સ્વીવાર ના રોજ આ કાર્યક્રમ યોજવાનું નક્કી કારવામાં આવ્યું છે.
13 ઓગસ્ટ ના રોજ યોજાનાર વિદ્યાર્થી સન્માન સમારોહમાં પોરબંદર જિલ્લા ના વૈષ્ણવ સાધુ (વૈરાગી બાવા )સમાજ માં ધોરણ 8 થી 10 ,11,12 તથા કોલેજ ગ્રેજ્યુએટ માં 50 % થી ઉપર ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ( સર્ટિફિકેટ) સન્માન પત્ર પાઠવવામાં આવશે .આ ઉપરાંત સાધુ સમાજ માં ધોરણ 8,9,10,11,12 તથા કોલેજ ગ્રેજ્યુએટ ના વિદ્યાર્થીઓ માટે 60% ઉપર ના વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે પ્રોત્સાહિત કરવા સર્ટિફિકેટ સાથે સિલ્ડ આપવામાં આવશે .
આ માટે નામ રજિસ્ટ્રેશન કરાવવા માટે નીચેની તમામ વિગત 5 ઓગસ્ટ પહેલા આપવી જરૂરી છે.ખાસ નોંધ 5 ઓગસ્ટ સુધીમાં રજિસ્ટ્રેશન ની વિગત મોકલવાની રહેશે
વિદ્યાર્થીએ તેમનું આખું નામ..
ધોરણ ,ટકાવારી ,એડ્રેસ ,ગામ નું નામ ,વોટ્સપ નમ્બર,માર્કશીટ કોપી સાથે રાજુ ભાઈ ગોંડલીયા
973766 7389
કેતનભાઈ દાણી
94 284 38169
નિમેષભાઈ ગોંડલીયા
9033220164 નમ્બર પર મોકલવવા પોરબંદર વૈષ્ણવ સાધુ સમાજના આગેવાનો એ વિનંતી કરી છે