પોરબંદર માં ઢોસા પાઉંભાજી ,ચાઈનીઝ અને ચા ના વેપારી ઓ અસ્વચ્છતા રાખતા પાલિકાએ દંડ ફટકાર્યો
પોરબંદર છાયા નગરપાલિકાના ફૂડ વિભાગ ની ચેકિંગ ટીમ દ્વારા ખાદ્ય પદાર્થના વેચાણના તમામ ધંધાર્થીઓ લારી તથા દૂધની ડેરીઓ પ્રોવિઝન સ્ટોર બેકરી સ્ટોર મીઠાઈ ફરસાણની દુકાનો અને નાસ્તા ગૃહ રેસ્ટોરન્ટના ધંધાર્થીઓ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ચેકિંગ દરમિયાન દરેક ધંધાર્થીઓને સસ્તા જાળવવા તથા વાસી પદ ખાદ્ય પદાર્થ ન વેચવા અને ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખવા દાજ્યું તેલ નો ઉપયોગ ન કરવા વગેરે જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે અને ફૂડ સેફટી એક્ટ ના વિષયોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવે છે ખાદ્ય પદાર્થો ઉઘાડા ખાદ્ય પદાર્થો તથા અસ્વચ્છ માલુમ પડેલ હોય તેવા સાત ધંધાર્થીઓને દંડ કરવામાં આવેલ છે જેમાં રાજુભાઈ મદ્રાસી વાનગી વાળા ને ₹1,000 નો દંડ રોશની ચાઈનીઝ છાયા ચોકી વાળાને 1000નો દંડ તથા હરિઓમ પંજાબી છાયા ચોકી વાળાને 1000નો દંડ જીતુભાઈ શાકભાજીવાળા ને 1,000 નો દંડ ગુરુ પ્રોવિઝન સ્ટોર વાળા ને ₹1,000 નો દંડ એમજી રોડ પર આવેલ શંકર પાઉંભાજી વાળાને ₹1,000 નો દંડ તથા એસટી રોડ પર આવેલ ધર્મેશભાઈ ચા વાળા ને ₹1,000 નો દંડ કરી સ્વચ્છતા રાખવાની સૂચના ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવી છે