લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા લેપ્રસી પેશન્ટ ને સિલાઈ મશીન વિતરણ કરાયા
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સેવાકીય સપ્તાહ અંતર્ગત તા.05-10-2023 લેપ્રસી પેશન્ટને સ્વ રોજગાર તથા પુનર્વસન હેતુ સિલાઈ મશીન વિતરણ કરાયું
કાર્યક્રમની શરૂઆતમાં ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર લાયન વ્રજલાલ સામાણીએ લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા દરવર્ષે સેવાકીય સપ્તાહના ભાગરૂપે લેપ્રસી પેશન્ટને સ્વ.રોજગાર હેતુ સિલાઈ મશીન આપવામાં આવે છે અને હરહંમેશ આપતા રહેશે તેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરેલ,
જિલ્લા ક્ષય અધિકારી ડો સીમા બેન પોપટિયા એ લેપ્રસી તેમજ ક્ષયના દર્દીઓ ની સરકાર તરફથી કરવામાં આવતી સારવારની માહિતી આપી તથા આવા દર્દીઓ ને શોધી કાઢવામાં મદદ કરવા માટે લાયન્સ ક્લબ પોરબંદરને અપીલ પણ કરી..
અને લેપ્રસી પેશન્ટ બહેનોને દાતા શ્રીસ્વ.ગોરધનદાસ જમનાદાસ દત્તાણીના આર્થિક સહયોગથી હસ્તે પૂર્વ પ્રમુખ વિનોદભાઈ એમ. દત્તાણી એ સ્વ, રોજગાર તેમજ પુનર્વસન હેતુ સિલાઈ મશીન આપવામાં આવેલ….
આ કાર્યક્રમ માં લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા, પૂર્વ ગવર્નર લાયન વિનોદભાઈ દત્તાણી, સેક્રેટરી લાયન અજય ભાઈ દત્તાણી, ટ્રેઝરર લાયન તુષારભાઇ પારેખ, જોઇન્ટ સેક્રેટરી લાયન હરદત્તભાઈ ગોસ્વામી, વાઈસ પ્રેસિડેન્ટ લાયન કિશનભાઈ મલકાણ,પૂર્વ પ્રમુખ લાયન સિરાજ ભાઈ પોપટીયા ,પ્રોજેક્ટ ચેરમેન અને પૂર્વ પ્રમુખ આનંદભાઈ પોપટીયા ,પૂર્વ પ્રમુખ લાયન રાજેશભાઈ લાખાણી,પૂર્વ પ્રમુખ લાયન ભૂપેન્દ્રભાઈ દાસાણી, zcલાયન પંકજભાઈ ચંદારાણા, વર્ષાબેન ગજ્જર , અને TB હોસ્પિટલમાં સેવા આપતા તમામ કાર્યકરો હાજર રહ્યા હતા.