યુનિવર્સિટી વિધાર્થીઓ પર મહેરબાન, ટોટલ માર્કસ કરતા વધુ માર્કસ વિધાર્થીઓને પેપરમાં અપાયા ! Bsc સેમ-૩ પેપરમાં ફરી છબરડો સામે આવ્યો

વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા ભકત કવિ નરસિહં મહેતા યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટારનું ધ્યાન દોર્યુ ! દિવાળી પહેલા Bsc સેમ-૩ ની યુનિવર્સિટી દ્વારા વિધાર્થીઓની પરિક્ષા લેવામાં આવી હતી, આજે તે પરિક્ષાનું પરિણામ યુનિવર્સિટીનું વેબસાઇટ પર મુકવામાં આવ્યુ છે તેમાં આજે યુનિવર્સિટી વિધાર્થીઓ પર મહેરબાન થઇ હોય તેમ લાગી રહયુ છે. પરિક્ષાનાં પેપરમાં ટોટલ ગુણ કરતા પણ વિધાર્થીઓને વધુ માર્કસ મળી રહ્યા છે તેવું ઓનલાઇન પરિણામમાં જોવા મળી રહ્યુ છે. ફરી યુનિવર્સિટીની બેદરકારી સામે આવી રહી છે વિધાર્થીઓ દ્વારા જ્યારે પરિક્ષા આપવામાં આવતી ત્યારે વિધાર્થીઓએ પોતાની મહેનતથી પરિક્ષામાં સારા માર્કસ મેળવવા માટે થઇ પેપરો ભર્યા હોય છે, પરિક્ષામાં ઉતીર્ણ થઇ સારા નંબર મેળવવા તેમજ પોતાના ભવિષ્યને આગળ લઇ જવા માટે રાત ઉજાગરા કરી મહેનત કરી પરિક્ષા હોય છે ત્યારે આ યુનિવર્સિટીની નાની એની બેદરકારીને કારણે ઓછા માર્કસ આપવામાં આવતા હોય છે, સાચુ વ્યવસ્થિત લખવા છતા પણ અમુક પેપર જોનારની ભુલોને કારણે વિધાર્થીઓએ ધાર્યા કરતા માર્કસ ઓછા આપવામાં આવતા હોય છે. અમુક વિધાર્થીઓને તો માત્ર ૫ થી ૧૦ ની વચ્ચે માર્કસ આપવામાં આવે છે. જયારે વિધાર્થીઓ એ બાબતે ફરિયાદ કરે છે ત્યારે યુનિવર્સિટી દ્વારા વિધાર્થીઓને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી, તમે પેપરો ફરી ખોલાવો, RTI કરાવો તેવા જવાબો અપાય છે.. રિએસસમેન્ટ માટે વિધાર્થીઓ પાસે ફી વસુલવામાં આવે છે અને રિએસસમેન્ટમાં જયારે હકિકત સામે આવે છે વિધાર્થીઓએ જે પેપરમાં લખ્યુ હોય તે પ્રમાણે માર્કસ દેખાઇ છે ત્યારે યુનિવર્સિટીના સતાધીશો કેમ વિધાર્થીઓને રિએસસમેન્ટની ફી પાછી આપતા નથી ?? તેમની ભુલ સ્વીકારતા નથી ?? વિધાર્થીઓને છેલ્લા સેમેસ્ટરમાં હોવા છતા યુનિવર્સિટીની ભુલોને કારણે વિધાર્થીઓનું વર્ષ બગડતું હોય છે, વિધાર્થીઓને સાચુ લખ્યા છતા માર્કસ વિધાર્થીઓને મળતા નથી ? આજે યુનિવર્સિટીના સતાધીશો ના દિલમાં પરિવર્તન થયુ હોય તેમ ટોટલ માર્કસ કરતા પણ ઓનલાઇન વેબસાઇટ પર વિધાર્થીઓના પરિણામા માર્કસ આપ્યા છે.. ફરી એવુ સાબિત થઇ રહ્યુ છે કે યુનિવર્સિટી સતાધીશોના ભુલનો ભોગ વિધાર્થીને થવુ પડે છે આજે વિધાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા યુનિવર્સિટીમાં ટેલફોનિક વાતચીત કરી ધ્યાન દોર્યું હતું કે આજે યુનિવર્સિટિ એટવી વિધાર્થીઓ પર મહેરબાન કેમ ?? વિધાર્થીઓને જરૂર હોય છે ત્યારે તો રિએસસમેન્ટ અને RTI ના નામે વિધાર્થીઓને યુનિવર્સિટીના ધક્કા ખવડાવો છો તો આજો કેમ એટલી ઉદારી ?? આ બાબતે સુધારો કરી તાત્કાલિક ઓનલાઇન પરિણામ પર હકિકત દરશાવામાં આવે જેથી સાચા પરિણામની ખબર પડે.. સતાધીશો યોગ્ય કરવા ખાત્રી આપી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!