પેટા આરોગ્ય કેન્દ્ર ભોદ જિલ્લાનું પ્રથમ NQAS(નેશનલ કવોલીટી એસ્યુરન્સ સ્ટાન્ડર્ડ) સર્ટીફાઇડ પેટા આરોગ્ય કેન્દ્ર બન્યું
રાણાવાવ તાલુકાના પેટા કેન્દ્ર ભોદને નેશનલ લેવલનું NQAS(નેશનલ કવોલીટી એસ્યુરન્સ સ્ટાન્ડર્ડ) સર્ટીફિકેટ એનાયત કરાયું
પોરબંદર, તા. ૨૪ રાણાવાવ તાલુકાના પેટા કેન્દ્ર ભોદને નેશનલ લેવલનું NQAS(નેશનલ કવોલીટી એસ્યુરન્સ સ્ટાન્ડર્ડ) સર્ટીફિકેટ એનાયત કરાશે. રાણાવાવ તાલુકાના પ્રાથમિક આરોગ્ય બિલેશ્વરના પેટાકેન્દ્ર ભોદનું ભારત સરકાર દ્રારા NQAS એસેસમેન્ટ (નેશનલ કવોલીટી એસ્યુરન્સ સ્ટાન્ડર્ડ) મૂલ્યાંકન કરાયું હતું, જેમા કેન્દ્ર લેવલ થી ર ઓફિસર દ્વારા ઇન્સપેકશન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી. ઠકકરના સીધા માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસર રાણાવાવના સધન સુપરવીઝન સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બિલેશ્વરના પેટા આરોગ્ય કેન્દ્ર ભોદના સ્ટાફ દ્રારા એસેસમેન્ટ (મુલ્યાકન) પૂર્ણ થયેલ અને જેના માટે કેન્દ્ર દ્રારા NQAS(નેશનલ કવોલીટી એસ્યુરન્સ સ્ટાન્ડર્ડ) સર્ટીફિકેટ ૯૦% સ્કોર સાથે આપેલ છે. આ પેટા આરોગ્ય કેન્દ્ર ભોદ પોરબંદર જિલ્લાનું પ્રથમ NOAS(નેશનલ કવોલીટી એસ્યુરન્સ સ્ટાન્ડર્ડ) સર્ટીફાઇડ પેટા આરોગ્ય કેન્દ્ર બન્યું છે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પોરબંદર તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.બી. કરમટા દ્રારા પેટા આરોગ્ય કેન્દ્ર ભોદના સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.