પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયનો 87 મો સ્થાપના દિવસ ભારતીય સંસ્કૃતિ ની પરંપરા સાથે ઉજવાશે
તા. 14 ઓગસ્ટ 2023ના રોજ પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયનો 87 મો સ્થાપના દિવસ છે ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીની સંગઠન દ્વારા આ દિવસને ઉજવવાનું નક્કી કર્યું છે. 6 વર્ષથી આ શાળા બંધ હતી એટલે એની ઊર્જાને સકારાત્મક બનાવવી જરૂરી હતી. ખાસ તો એક શૌચાલયની જગ્યામાં નકારાત્મક ઊર્જા છે એવી લોક વાયકા હતી જેથી એ શૌચાલય પાડી નાખ્યું છે અને તે જગ્યામાં પણ વિધિ વિધાન સાથે પૂજા કરી, તે જગ્યા ને દોષમુક્ત કરવામાં આવશે. વેણીભાઈ પુરોહિત દ્વારા ભૂમિ પૂજન, ભૂમિ દોષ નિવારણ, નવચંડી, નવગ્રહ પૂજન વગેરે કરવામાં આવશે. બાલુબા એલ્યુમનિ એસોસિયેશન -BAA ની સાથે નવયુગ એજ્યુકેશન સોસાયટી અને સંપૂર્ણ બાલુબા કન્યા વિદ્યાલય જોડાશે. આ અંતર્ગત પુરુષોત્તમ માસ નિમિતે BAA દ્વારા શાળામાં ભણતી તમામ વિદ્યાર્થીનીને નાસ્તો, લંડનના પુષ્પાબેન ચૌહાણ દ્વારા કેક અને નિતાબેન વોરા દ્વારા કોલ્ડ ડ્રીંક આપવામાં આવશે. લિસ્બન ના જ્યોતિબેન ચંદારાણા તરફથી રોકડ રકમ દરેક દીકરીઓને આપવામાં આવશે. હવન સમાપન પછી બાલુબા કન્યા વિદ્યાલય દ્વારા રાધિકા હોલ ,વિજ્ઞાન ભવન ખાતે નાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેથી આ શુભ કાર્યમાં હાજરી આપવા ડો. નૂતન બેન ગોકાણી, દુર્ગાબેન લાદીવાલા, નિધી શાહ મોઢવાડીયા સહિત સમગ્ર બાલુબા એલ્યુમની એસોસિયેશન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.