20 ઓગસ્ટથી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન લાલપુર જામ રેલવે સ્ટેશન પર ઉભી રહેશે
20 ઓગસ્ટથી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન લાલપુર જામ રેલવે સ્ટેશન પર ઉભી રહેશે સાંસદ પૂનમબેન માડમ લાલપુર જામ સ્ટેશનથી લીલી ઝંડી બતાવશે
યાત્રિયોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલ્વે બોર્ડે ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દૈનિક)ના લાલપુર જામ રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજને મંજૂરી આપી છે. માનનીયા સંસદસભ્ય – જામનગર શ્રીમતી પૂનમબેન માડમ 20 ઓગસ્ટ, 2023 ના રોજ રાત્રે લાલપુર જામ રેલ્વે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવશે.
લાલપુર જામ રેલ્વે સ્ટેશન પર ટ્રેન નંબર 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દૈનિક) નો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 23.55/23.56 રહેશે. તેવી જ રીતે, વળતરની દિશામાં, ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (દૈનિક)ના આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 03.31/03.32 કલાકનો રહેશે. 20.08.2023 ના રોજ પોરબંદર અને દાદર બંને બાજુથી દોડતી ઉપરોક્ત ટ્રેનો લાલપુર જામ રેલ્વે સ્ટેશન પર ઉભી રહેશે. ઉપરોક્ત બન્ને ટ્રેનો માટે ટિકિટનું બુકિંગ નિર્ધારિત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. તેમ માશૂક અહમદ
(વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ )એ જણાવ્યું છે