73 વર્ષની વૃદ્ધ માતા ને લઇ કળિયુગના શ્રવણની સ્કૂટર ઉપર માતૃ સેવા સંકલ્પ યાત્રા

ભારત યાત્રા અંતર્ગત માતાને લઈ યુવાન પુત્ર પહોંચ્યો ગાંધી જન્મભૂમિ પર

21 વર્ષ જુના સ્કૂટર પર 75,445 km અંતર કાપ્યું

વિશેષ અહેવાલ
નિમેષ ગોંડલિયા પોરબંદર

અંધ માતા પિતાને કાવડમાં દેશના તીર્થ સ્થાનો પર યાત્રા કરાવનાર પાત્ર શ્રવણ કુમાર હિન્દુ સંસ્કૃતિનું એક અમર દૃષ્ટાંત છે જેના કારણે વડીલોની સેવાની પ્રેરણા હજારો વર્ષ પછી પણ લોકોને મળતી રહે છે આધુનિક યુગમાં પણ એવું જ એક દ્રષ્ટાંત જોવા મળ્યું છે કર્ણાટકના મૈસુર શહેરના કૃષ્ણકુમારે તેની 73 વર્ષની માતા ને ભારતના તમામ તીર્થ ની યાત્રા પોતાના 23 વર્ષ જુના સ્કૂટર પર કરાવી રહ્યા છે

નેપાળ ભૂતાન મ્યાનમારની પણ યાત્રા કરી

કળિયુગના આ શ્રવણ કૃષ્ણકુમાર તેની માતાને લઈ નેપાળ ભૂતાન અને મ્યાનમાર સુધી પણ સ્કૂટર પર યાત્રામાં જઈ આવેલ છે કોઈ રેકોર્ડ માટે નહીં પરંતુ માતાને યાત્રા કરાવવાના આશયથી અને આત્મસંતોષ માટે આ યાત્રા શરૂ કરવામાં આવી છે તેમ કૃષ્ણ કુમારે જણાવ્યું હતું. આ યાત્રા 2001માં શરૂ કરવામાં આવી હતી અને તે પણ 23 વર્ષ જૂના સ્કૂટર પર આ યાત્રા શરૂ કરી હતી

ગાંધી જન્મ સ્થળ પહોંચી શ્રવણ કુમારની યાત્રા

પોરબંદર માં કળિયુગના આ શ્રવણ કૃષ્ણકુમાર દક્ષિણામૂર્તિ તેની માતા ચુડારત્નમ્મા ને લઈ સ્કૂટર પર પહોંચ્યા હતા ત્યારે પોરબંદરના શ્રી રામકૃષ્ણ મિશન આશ્રમમાં રહ્યા હતા અને ગાંધી જન્મ સ્થળ કીર્તિ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને રામકૃષ્ણ મિશનમાં આવતા બાળકોને સંદેશો આપ્યો હતો કે માતા-પિતા જેવી રીતે આપણને મોટા કર્યા છે તેવી જ રીતે માતા પિતાને પણ સેવા કરવી આપણી ફરજ છે અને વૃદ્ધાશ્રમ વિશે જણાવતા કહ્યું હતું કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ માતા-પિતાને માટે બાળકોએ સમય ફાળવવો જોઈએ.

માતૃ સેવા સંકલ્પ યાત્રા માટે કોર્પોરેટ કંપનીમાં ટીમ લીડર તરીકે કૃષ્ણકુમાર નોકરી છોડી

કોમ્પ્યુટર એન્જિનિયર ની ડિગ્રી ધરાવતા અને એક કોર્પોરેટ કંપનીમાં ટીમ લીડર તરીકે નોકરી ધરાવતા 44 વર્ષે કૃષ્ણ કુમારે જણાવ્યું હતું કે તેઓ કોર્પોરેટર કંપનીમાં ટીમ લીડર તરીકે નોકરી કરતો હતો અને 2017માં વન વિભાગ માં નોકરી કરતા પિતા દક્ષિણામૂર્તિ નું દેહાંત થયા બાદ માતા એકલા પડી ગયા હતા તેઓએ તેમના માતાએ શહેરનું મંદિર પણ જોયું નહોતું આથી માતૃ સંકલ્પ સેવા યાત્રા શરૂ કરી અને મારી માતાને તમામ ધામોના દર્શન કરાવવાનો નિર્ણય લીધો હતો આથી 18 1 2018 ના રોજ આ યાત્રા શરૂઆત કરી હતી અને પિતાજીએ આપેલ સ્કૂટર પર આ યાત્રા શરૂ કરી આ દરમિયાન કોવિડ આવતા સપ્ટેમ્બર 2020 માં ઘરે પરત ફર્યા હતા અને ફરી 15 ઓગસ્ટ માં ફરીથી આ યાત્રા શરૂ કરી હતી. કૃષ્ણ કુમારે માતા માટે હજુ સુધી લગ્ન કર્યા નથી તેમ પણ જણાવ્યું હતું

કોઈપણ રાજ્યમાં અને કોઈ પણ જિલ્લાઓમાં કોઈપણ પ્રકારની તકલીફ નથી થઈ

માતૃ સેવા સંકલ્પ યાત્રામાં નીકળેલા આ યુવાને જણાવ્યું હતું કે ભારતના અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ જિલ્લાઓમાં અનેક લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને એક દિવસ દરમિયાન માત્ર 100 થી 150 km નું જ અંતર કાપી રહ્યા છે અને તમામ લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને લોકો આવકાર પણ કરી રહ્યા છે ત્યારે આ યાત્રામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી તેઓને પડી નથી આ યાત્રાને લોકોએ પણ બિરદાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!