રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બજેટ ને આવકારતા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ
ગુજરાત બજેટ ર0ર1-ર0રર ના મુખ્યમુદ્દાઓમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટેરૂ . 1પ00 કરોડની ફાળવણી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ . 11 હજાર 3ર3 કરોડની જોગવાઇ, મહિલા અને બાલ વિકાસ માટે રૂ . 3પ11 કરોડની જોગવાઇ, ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જીલ્લો બનાવવાનો ઉદેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ . 10 હજાર કરોડની જોગવાઇ, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ . 6પર કરોડની જોગવાઇ, નાણામંત્રી નિતિનભાઇ પટેલે રાજયના ઈતિહાસમાં સૌથી મોટુ બજેટ રૂ . ર,ર7,0ર9 કરોડનું બજેટ રજુ કર્યુ. આદિજાતિ વિકાસ માટે રૂ . 1349 કરોડની જોગવાઇ, મહિલા અને બાલવિકાસ માટે રૂ . 3પ11 કરોડની જોગવાઇ, શિક્ષણ માટે 3ર હજાર કરોડની જોગવાઇ, 4 લાખ ખેડૂતોને એક ડ્રમ, પ્લાસ્ટીકના બે ટમ આપવાની જોગવાઇ, ફુડ પ્રોસેસીંગ એકમ માટે રૂ . 10 લાખની જોગવાઇ, બીજ ઉત્પાદન સહાય માટે રૂ . પપ કરોડની જોગવાઇ, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કલસ્ટર માટે રૂ . પ0 કરોડની જોગવાઇ, 10 ગામદીઠ 1 પશુ દવાખાના માટે બજેટમાં રૂ . 43 કરોડની જોગગવાઇ કરવામાં આવી છે. રાજયમાં 150 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરવા બજેટમાં રૂ . 30 કરોડની જોગવાઇ, ઇ-રીક્ષા દીઠ રૂ . 48 હજારની સહાય, બેટરીથી ચાલતા 3 વ્હીલર દીઠ રૂ . 1ર હજારની સબસીડી સહિતની અનેક યોજનાઓ જાહેર થઇ હોવાથી ગુજરાત સરકારના આ વિકાસલક્ષી બજેટને પોરબંદર ભાજપ દ્વારા આવકારવામાં આવ્યું છે તેમ જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ મોઢવાડિયાએ જણાવ્યું છે.