લાયન્સ ઇન્ટરનેશનલ કલબ દ્વારા આંતરરાષ્ટ્રીય વૃદ્ધત્વ દિવસ નિમિતે સિનિયર “સિટી ઝન વોક કોમ્પિટિશન” યોજાઈ


લાયન્સ ઇન્ટરનેશનલ કલબના પ્રમાણે સેવાકીય સપ્તાહના પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય વૃદ્ધત્વ દિવસ નિમિતે સિનિયર “સિટીઝન વોક કોમ્પિટિશન”નું આયોજન કરવામાં આવ્યું…
આંતરરાષ્ટ્રીય વૃદ્ધદિનની ઉજવણી અન્વયે પોરબંદર શહેરના 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધ ભાઈ/બહેનો માટે નિ:શુલ્ક એક કિલોમીટર ચાલવાની સ્પર્ધાનું આયોજન મરીન રેસ્ટોરન્ટ ચોપાટી પોરબંદરમાં કરવામાં આવેલ
જેમાં અડતાલીસ રજીસ્ટ્રેશન થયેલા …
તમામ સ્પર્ધકોમાંથી બહેનો અને ભાઈઓ ની અલગ અલગ સ્પર્ધા કરવામાં આવેલ,જેમાંથી અનુક્રમે 1.પ્રવિણભાઈ જુંગી, 2.ટેકચંદ નાગેશ્વર,3.મંજુલાબેન મારૂ તથા 4.જનક ભાઈ ભાણદાસ હરિયાણી 5.લતાબેન પાતર વિજેતા થયેલા સ્પર્ધકોને શિલ્ડ અને સર્ટીફીકેટ તથા તમામ ભાગ લેનારને પણ સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવેલ…
સ્પર્ધાના નિર્ણાયક તરીકે પોરબંદર શહેરના નામાંકીત ફિઝિયોથેરાપીસ્ટ ડો.સિદ્ધાર્થ ગોકાણી સાહેબે સેવા આપેલી હતી….
આ કાર્યક્રમ માં લાયન્સ ક્લબ પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા, ,સેક્રેટરી લાયન અજય દત્તાણી,જોઈન્ટ સેક્રેટરી હરદત્તપુરી ગોસ્વામી,વાઈસ પ્રેસિડેન્ટ લાયન કિસન મલકાણ, ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર લાયન વ્રજલાલ સામાણી, લાયન કિરણ શાહ,લાયન હાસિમ મરચંટ,લાયન ઉમેશ ગજ્જર તથા વર્ષાબેન ગજ્જર હાજર રહ્યા હતા…
એનર્જી ડ્રીંક તથા ઠંડા પાણી ના દાતા લાયન્સ કલબ પોરબંદરના લાયન પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડીયાના પિતા સનતભાઇ નાંદોલા રહ્યા હતા….
વૃદ્ધો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ વિશ્વના વૃદ્ધ લોકોના સન્માન, આદર અને સંભાળ માટે સમર્પિત છે.
વૃદ્ધ વ્યક્તિઓ માટે જીવનની ગુણવત્તામાં સુધારો થાય તે હેતુથી , “વડીલો પાસેથી માર્ગદર્શન અને યુવાનો પાસે થી કામ લેવાય” એ મંત્રને ચરિતાર્થ કર્યાનો આનંદનો અનુભવ તમામ લાયન આત્મીય મિત્રોએ કર્યો…
