શ્રાવણ માસમાં પોરબંદર ખાસ જેલના 40 કેદીઓને દરરોજ મળી રહી છે ફરાળી વાનગીઓ પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદરનો પ્રસંશનીય સેવાયજ્ઞ

(નિમેશ ગોંડલીયા ,પોરબંદર)

સેવા કાર્યમાં સદાય અગ્રેસર રહેલ પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદર દ્વારા શ્રાવણ માસને આધ્યાત્મિક તિર્થ તરીકે મનાવતા પવિત્ર સંકલ્પ સાથે એક અનોખી પહેલ કરવામાં આવી છે. ક્લબના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવાના આર્થિક સહયોગ અને નિઃસ્વાર્થ સેવાના ભાવથી પોરબંદર ખાસ જેલમાં રહેલા આશરે 40 જેટલા કેદીઓને શ્રાવણ માસ દરમિયાન દરરોજ વિવિધ પ્રકારની અવનવી ફરાળી વાનગીઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આ કેદીઓ શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન રહી ઉપવાસ અથવા ફરાળ કરવાના નિમિત્તે આવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ શ્રદ્ધા અને ભાવના પૂર્વક ધાર્મિક પાલન કરી શકે. સમગ્ર માસ દરમ્યાન કેદીઓ સુધી જમવાનું પહોંચાડવા માટે વિશિષ્ટ આયોજન અને સંકલન કરવામાં આવ્યું છે.

આ ઉમદા સેવાયજ્ઞને ખાસ જેલના અધિક્ષક  પી.એચ.જાડેજા સાહેબ અને જેલના અધિકારીઓ તથા કેદીઓ દ્વારા પણ ખૂબ જ આવકાર મળ્યો છે. આવા કાર્યક્રમો માત્ર ભૌતિક સેવા પૂરતા મર્યાદિત નહીં રહેતાં, કેદીઓના મનોબળને મજબૂતી આપે છે અને માનવીય મૂલ્યોને ઉજાગર કરે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!