લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા “હેલ્ધી બેબી કોમ્પિટીશન” યોજાઈ
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા સેવાકીય સપ્તાહ અંતર્ગત તા.07-10-2023 શનિવારના રોજ અસ્માવતી રિવર ફ્રન્ટ,પોરબંદરમાં “હેલ્ધી બેબી કોમ્પિટીશન”તથા ચાઇલહુડ કેન્સર ચેક અપ કાર્યક્રમ યોજાયો
પોરબંદર શહેરમાંથી “હેલ્ધી બેબી કોમ્પિટીશન” માં વિનામૂલ્યે રજીસ્ટ્રેશન માટે જાહેરાત કરતા 120થી વધુ બાળકોની નોંધણી કરવામાં આવેલ હતી,જેના બે વિભાગ પાડવામાં આવેલ હતા.વિભાગ એક માં ત્રણ વર્ષ અને વિભાગ બે માં ચારથી છ વર્ષ ના બાળકોની નોંધણી કરવામાં આવી હતી.
અસ્માવતી રિવર ફ્રન્ટ, ઓડિટીરિયમાં તમામ બાળકો તથા વાલીઓની હાજરી માં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ હતો.
હેલ્ધી બેબી કોમ્પિટીશન” પોરબંદરના ખ્યાતનામ ડૉ.સ્મિતા લાખાણી તથા ડો.વિધિ કડછા દ્વારા તમામ બાળકોને વિવિધ મુદ્દા વાળ,આંખ , નખ વજન ઊંચાઈ તેમજ હાલ માં કે ભૂતકાળ માં કોઈ રોગ હતો કે નહિ એવા સર્વાંગી રીતે ચેક કરી બાળકોને ગુણ સાથે મૂલ્યાંકન કરી વિજેતા જાહેર કરેલ.
ત્યારબાદ પ્રથમ વિભાગ માંથી અનુક્રમે 1.ધનસ્વી તન્ના 2.ધ્વનિત રાયચુરા3.રુંહી કોટેચા 4.જેના નીલમાન 5.ખુશિકા મલકાણ
તથા બીજા વિભાગ માંથી અનુક્રમે 1.દૃશિતા ખીલોસરા 2.શ્યામ પરમાર3.જીયા ઠકરાર4.પ્રિન્સ રાયઠઠ્ઠા 5.ક્રિસા કારીયા વિજેતા બાળકોને ગિફ્ટ,ચોકલેટ ,દાંડિયા ની જોડી સાથે સર્ટીફીકેટ આપી તેમજ બાકીના તમામ સ્પર્ધકોને સન્માનિત કરેલ.
વિશેષમાં બાળકોમાં કેન્સર અંગેની બાળકોના વાલીઓને સરળ ભાષામાં લાયન ડો.કે.સી.વ્યાસ સાહેબ દ્વારા બાળકોને તપાસ કરીને માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં ડૉ.સ્મિતા લાખાણી, ડો.વિધિ કડછા ગઢવી , લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા, સેક્રેટરી લાયન અજય ભાઈ દત્તાણી, જોઇન્ટ સેક્રેટરી લાયન હરદત્તભાઈ ગોસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન લાયન કિર્તીભાઇ થાનકી, વાઈસ પ્રેસિડેન્ટ લાયન કિશનભાઈ મલકાણ,વાઈસ પ્રેસિડેન્ટ લાયન કેતન ભાઈ હિન્ડોચા, ઝોન ચેરમેન લાયન પંકજ ચંદારાણા,લાયન ડો.કે.સી.વ્યાસ,લાયન ડો. નયનાબેન જતી,લાયન દુર્ગા બેન લાદીવાલા તથા વર્ષાબેન ગજ્જર, તેમજ પોરબંદરના નાગરિકો હાજર રહ્યા હતા.