પોરબંદરમાં ચકચારી બનેલ મારા મારીના કેસમાં તમામ ૬ આરોપીઓને જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ.
પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે રસ્તા સંબંધેની તકરા૨માં થયેલી મારા મારીમાં બગવદર પોલીસમાં ફરીયાદી કરશનભાઈ ભીમાભાઈ ઓડેદરા દ્રારા એવી ફરીયાદ લખાવેલી હતી. કે, તા.૧૬/૦૯/૨૦૨૩ નાંરોજ રાત્રિના સમયે ફરીયાદી પોતે ખેતરમાં કામ કરતા હતાં ત્યારે આ કામના આરોપીઓએ એકસંપ કરી ફરીયાદી તથા તેના સસરા ખીમાભાઈ તથા સાળો ભરત ખેત૨માં હતાં ત્યારે આ કામના આરોપીઓએ લોખંડના પાઈપ તથા કુહાડી જેવા હથીયારો લઈ આવી આડે ધડ માર મારવા લાગેલા હતાં. અને ફરીયાદી તેમજ ખીમાભાઈ ને હાથ પગમાં ગંભીર ઈજાઓ કરી હાથ પગમાં ફેકચરો કરેલા હતાં. અને તે સંબંધે પોલીસ દ્રારા પણ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઈ આઈ. પી. સી. કલમ-૩૨૬ મુજબનો ગુન્હો નોંધેલો હતો. અને તે સંબંધે તમામ આરોપીઓને પોલીસે અટક કરી જેલ હવાલે કરેલા હતાં. અને તે સંબંધે આરોપીઓ વતી પોરબંદર નાં જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા જામીન અરજી કરતા અને તેના સમર્થનમાં જણાવેલ કે, આ બાબતે આરોપી દ્રારા ફરીયાદ પક્ષ સામે પો૨બંદ૨ની કોર્ટમાં સીવીલ દાવો કરેલ છે જે પેન્ડીંગ છે. એટલુ જ નહીં આરોપી દેવશીભાઈ દ્રારા તા.૧૫/૦૯/૨૦૨૩ નાંરોજ બગવદર પોલીસ સ્ટેશનમાં આ કામના ફરીયાદ પક્ષ સામે ફરીયાદ પણ કરેલી હોય અને તે રીતે સામાન્ય બાબત ને ગંભીર સ્વરૂપ આપી ખોટી રીતે લાંબો સમય દવાખાનામાં રહેલા હોય અને આરોપીઓને જામીન ન મળે તેવા પ્રયત્નો કરતા હોય અને ખરેખર રસ્તા સંબંધનો જ પ્રશ્ન હોય, સીવીલ નેચ૨ની તકરાર હોય અને કહેવાતા હથીયારો ખેતીના ઉપયોગમાં આવતા ઓજારો હોય અને તે રીતે ખરેખર આરોપીને સંડોવી દેવા ખોટી ફરીયાદ કરેલ હોવાની દલીલ કરતા ડીસ્ટ્રીકટ જજશ્રી પંચાલ સાહેબ દ્રારા પોલીસ પેપર્સ તથા એડવોકેટની દલીલ તથા ફરીયાદ પક્ષે લીધેલા વાંધાઓ ધ્યાને લઈ તમામ આરોપીઓને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.
આ કામમાં આરોપીઓ વતી પો૨બંદ૨નાં જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુ૨ાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, કિશન ગોહેલ, ભુમી વરવાડીયા, માહી પુરોહીત તથા ચાંદની મદલાણી રોકાયેલા હતાં.