ઇન્ડીયન રેડ ક્રોસ પોરબંદર શાખા દ્વારા નિઃશુલ્ક CPR ટ્રેનિંગ નું સફળ આયોજન

તાજેતરમાં હાર્ટ એટેકની અનેક ઘટનાઓ બાળકોથી લઇ યુવાઓ અને વયસ્કોમાં જોવા મળી રહી છે જે ખૂબ જ ચિંતાજનક છે આ ચિંતાને સમજી અને સતત સમાજની વચ્ચે રહી સેવા પ્રવૃત્તિઓમાં વિશ્વ પલટ પર ખૂબ જ સક્રિય એવું ઇન્ડિયન રેડ ક્રોસ ની પોરબંદર શાખા દ્વારા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરઅને ચીકૂસ ઓર્ગેનિકના સંયુક્ત ઉપક્રમે સીપીઆર ટ્રેનિંગનું આયોજન એક્સ્ત્રિમ ફિટનેસ કેર ખાતે કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની પોરબંદર શાખાના પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા અને સીપીઆર ટ્રેનિંગના એક્સપોર્ટ ટ્રેનર અરવિંદભાઈ રાજ્યગુરુ(ડાયરેક્ટર સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ), અલ્પેશભાઈ નાંઢા,વિજ્ઞા અગ્રાવત રહ્યા હતા તેમની ટીમ દ્વારા એક્સ્ત્રીમ ફિટનેસ કેર પર ખૂબ જ સરળ અને સચોટ રીતે પ્રેક્ટીકલ અને થિયરીકલ બંને રીતે એક્સ્ટ્રીમ ફૂટનેસ કેર ના સદસ્યો, ફિટનેસના કોચ અને શહેરમાંથી પધારેલ તમામ લોકોને,કરાટે સ્ટુડન્ટ્સ વગેરેને ખૂબ જ સારી અને સુવ્યવસ્થિત રીતે ટ્રેનિંગ આપવામાંઆવેલ.
-ખેલૈયાઓ, ગ્રાઉન્ડ પર કોઈનો જીવ બચાવી શકો એ માટે આ સ્ટેપ પણ શીખી લેજો .
-ઇન્ડિયન રેડ ક્રોસ પોરબંદર શાખા અને એક્સ્ત્રિમ ફિટનેસ કેર ના સંયુક્ત ઉપક્રમે એક્સપર્ટ ના માર્ગદર્શનમાં યોજાઈ વિનામૂલ્યે CPR ટ્રેનિંગ.
સમગ્ર રાજ્યમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે નાની ઉંમરના બાળકો અને યુવાનો હાર્ટ એટેકના ભોગ બની રહ્યા છે છેલ્લા બે ત્રણ અઠવાડિયામાં ગરબાની પ્રેક્ટિસ કરતા યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની જમીન પર ધડી પડ્યાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ પોરબંદર શાખા અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ખાતે સૌને ઉપયોગી થઈ શકે એ પ્રમાણેની સીપીઆર ટ્રેનિંગની તાલીમ આપવામાં આવેલ જો વિધિસરની સીપીઆર ટ્રેનિંગ આપણે સમયસર દર્દીને આપીએ તો એનો જીવ પણ બચી શકે છે.
સીપીઆર કાર્ડિયો પલ્મોનરી રીસીટેશન એટલે શું?
CPR ને કાર્ડિયો પલ્મોનરી રીસીટેશન છાતીનું પંપીંગ કહેવામાં આવે છે .
જ્યારે હૃદય કામ કરવાનું બંધ કરી દે ત્યારે એક સામાન્ય વ્યક્તિએ હૃદયને ધબકતું રાખવા CPR (સી પીઆર )આપી શકે છે જેની મદદ થી હૃદય ફરી કામ કરતું થઈ શકે છે.
-કોને સીપીઆર આપવો જોઈએ?
જેમને હાર્ટ એટેક આવ્યો હોય અને હૃદય કામ કરતું બંધ થઈ ગયું હોય ત્યારે સીપીઆર આપવું જોઈએ હાર્ટ એટેકને કારણે હૃદય કામ કરતું બંધ થઈ ગયું હોય અને શરીરને અન્ય અવયવોમાં લોહી ન પહોંચવાને કારણે શરીરને નુકસાન થાય એવા સમયમાં (સીપીઆર)ની મદદથી ફરી હૃદય ને પંપિંગ કરતું કરી શકાય છે કેટલાક કિસ્સામાં હૃદયના ધબકારા અનિયમિત હોય અથવા તો અચાનક વધી કે ઘટી જતા હોય ત્યારે દિમાગ સુધી લોહી ઓછું પહોંચે છે જેને કારણે દર્દી ચક્કર ખાઈને પડી જાય છે અને શરીરના અંગો કામ કરતા બંધ થાય છે આવા કિસ્સામાં પણ સીપીઆર આપવામાં આવે છે.
તમને કેવી રીતે ખબર પડે કે વ્યક્તિને CPR (સીપીઆર) ની જરૂર છે?
-આ રીતે આપો CPR (સીપીઆર)
સૌથી પહેલા તો એ વ્યક્તિના બંને ખભા અને ગાલ પર થાપટ મારીને તેમને રિસ્પોન્સ ચેક કરવો.
જો એ વ્યક્તિ રિસ્પોન્સ ન આપે તો એમની પાછળ શ્વાસની પ્રક્રિયા અને વ્યક્તિના પલ્સ ગળાથી જમણા અથવા ડાબા બાજુ સેન્ટ્રલ પર 10 સેકન્ડની અંદર તપાસો જો પલ્સ ફિલ ન થાય અથવા ખબર ન પડે તો સમય બગાડ્યા વિના એની છાતીમાં મધ્ય ભાગમાં 30 વખત બંને હાથ લોક કરી CPR (સીપીઆર) આપો .
-ક્યાં સુધી આપશો CPR (સીપીઆર).
જ્યાં સુધી એમ્બ્યુલન્સ કે કોઈ ડોક્ટર ન આવે ત્યાં સુધી CPR (સીપીઆર )આપવું જોઈએ.
જ્યાં સુધી એ વ્યક્તિ કોઈપણ પ્રકારની રિસ્પોન્સ ન આપે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ જેથી એ વ્યક્તિનો જીવ બચાવી શકાય.
-આટલું ખાસ ધ્યાન રાખો.
જ્યારે કોઈ વ્યક્તિને સીપીઆર આપીએ ત્યારે બે ઇંચ અથવા તો પાંચ સેન્ટિમીટરની ડેપ્થ મેન્ટેન કરો. આ રીતે આપતા CPR (સીપીઆર)ને ઇફેક્ટિવ CPR ( સીપીઆર)કહેવાય છે જ્યારે પણ તમે CPR (સીપીઆર) આપો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક મિનિટમાં 100- 120 વધુ વખત CPR(સીપીઆર) આપવો જોઈએ.
ઇન્ડીયનરેડક્રોસ પોરબંદર, એક્સ્ત્રિમ ફિટનેસ કેર, ચીકુસ નેચરલસ ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ આ આયોજનમાં અનેક લોકો જોડાઈ અને આયોજકોના આ પ્રયાસને સફળ બનાવેલી આ માટે એક્સ્ત્રિમ ફિટનેસકેરના મુખ્ય સંચાલક કેતન કોટીયા , સુરજ મસાણી એ મહેશ મોતીવરસ, નિશા કોટિયા ,ક્રિષ્ના મહેતા અંજલી ગંધરોકિયા ,સુનિલ ડાકી, શ્રેયસ કોટિયા, ક્રિશિકા કોટિયા, ધ્વનિ સલેટ ,મિલાપ લોઢારી, નયન જેઠવા અને ઉપસ્થિત રહેનાર એક્સ્ત્રિમ ફિટનેસ કેર ના તમામ મેમ્બર્સ ,અમૂલ્ય સેવા આપનાર ઇન્ડીયન રેડક્રોસ ની સંપૂર્ણ ટીમ વગેરે એ જેહમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવેલ જે માટે કેતન કોટીયા એક્સ્ત્રિમ ફિટનેસ કેર અને ચિકુશ ઓર્ગેનિક અને નેચરલસ વતી સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરેલ.
