પોરબંદરના ઊંટડા ગામના કોળી સમાજના યુવાને યુનિવર્સિટીકક્ષાની વેઈટિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો
પોરબંદરના ઊંટડા ગામ ના યુવાને યુનિવર્સિટી કક્ષાની વેઈ ટિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો પોરબંદર ઉંટડા ગામ નો યુવાન જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની રમતગમત સ્પર્ધામાં વેઇ ટીંગ લિફ્ટિંગમાં પ્રથમ સ્થાને વિજેતા બનતા હવે તે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે કેશોદની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા રાહુલ ભરતભાઈ મોકરીયા નામના યુવાને કોચ ચંદ્રકાંતભાઈ વાઢીયા ના માર્ગદર્શન તળે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં કોડીનારની જી એસ પરમાર કોલેજ ખાતે યોજાયેલ આંતર કોલેજ રમત ગમત સ્પર્ધામાં વેઇ ટિગ પાવર લિફ્ટિંગ વિભાગમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા થયો છે હવે તે રાષ્ટ્રીય કક્ષાએ યોજનારી સ્પર્ધામાં ભાગ લેશે યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી ગામનું અને કોળી સમાજનું ગૌરવ વધારવા બદલ સમાજ રત્ન ડો ઈશ્વરભાઈ ભરડા, ઘેડ વિસ્તાર કોળી યુવા મંડળ ના પ્રમુખ રામભાઈ બગીયા છાયા પ્લોટ ઘેડીયા કોળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવાયત ભાઈ વાઢીયા , જિલ્લા સમસ્ત કોળી સમાજ નવરંગ ગરબી મંડળ ના પ્રમુખ લાખાભાઈ મોકરિયા . છાયા પ્લૉટકોળી સમાજ યુવા મંડળ ના પ્રમુખ અરજન ભાઇ આંત્રોલીયા સહિત અગ્રણીઓ એ બિરદાવ્યા છે કોડીનાર ખાતે યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં પોરબંદરના ગામના યુવાન પાવર લિફ્ટિંગ વિભાગમાં વેઈટિંગની સ્પર્ધામાં પ્રથમ સ્થાને વિજેતા થયો છે આગામી સમયમાં હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે