જૂનાગઢની ધરેલું હિંસાથી પીડિત મહિલાને ૧૮૧ અભયમ ટીમ દ્વારા સુરક્ષિત આશ્રય સ્થાને લઈ જવાઈ

ભૂલથી પોરબંદર આવી ગયેલ જૂનાગઢની ધરેલું હિંસાથી પીડિત મહિલાને ૧૮૧ અભયમ ટીમ દ્વારા સુરક્ષિત આશ્રય સ્થાને લઈ જવામાં આવેલ

પિયર માંથી જૂનાગઢ સાસરીમાં જવા નીકળેલી મહિલા ભૂલી પડતા પોરબંદર પહોંચી ગયેલ

સાસરી પક્ષ દ્વારા હેરાનગતિ હોવાથી મહિલા ચાર મહિનાથી પિયરમાં રિસામણે હતા આજરોજ સાસરી પક્ષને સમજાવવા માટે મહિલા પિયર માંથી સાસરીમાં જવા નીકળેલ તેમનું સાસરુ જુનાગઢ હોય અને મહિલા ભૂલથી પોરબંદર પહોંચી ગયેલ મહિલા પોલીસ સ્ટેશન આવેલ હોવાથી 181 અભ્યમ્ ટીમે મહિલાનું કુશળ કાઉન્સેલિંગ કરી તેને આશ્વાસન આપ્યું તેને જણાવેલ કે મારા નણંદ માનસિક રીતે નાની નાની બાબતોમાં હેરાનગતિ કરતા હોવાથી મારીને મારી નણંદ વચ્ચે મનદુઃખ થયું હોવાથી મારા સાસુએ મારા મમ્મીને ફોન કરીને બોલાવેલ હોવાથી મારા મમ્મી મારા સાસરીમાં આવેલ અને હું મારા પિયરમાં મારા મમ્મી સાથે જતી રહેલ પરંતુ આટલો સમય થયો પણ મારા સાસરી વાળા તેડવા ન આવતા હું ખુદ જ મારા પિયર માંથી મારા સાસરીમાં જવા માટે નીકળી ગયેલ, હાલ મહિલાને આશ્રય અને કાઉન્સિલિંગની જરૂર હોવાથી ૧૮૧ અભયમ ટીમ દ્વારા મહિલાને સુરક્ષિત આશ્રય અપાવીને લાંબાગાળના કાઉન્સિલીગ મળી રહે તે મુજબ કાર્યવાહી કરીને મહિલાના જીવનમાં બદલાવ આવે તે મુજબના સક્રીય પ્રયાસો કરેલ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!