પોરબંદર જિલ્લો નાનો અને એચઆઇવી એઇડ્સ નું પ્રમાણ વધુ: ૧૨૦૦ દર્દીઓ ઓન પેપર
પોરબંદર કોંગ્રેસ દ્વારા આ સંવેદનશીલ મુદ્દે જનજાગૃતિ ફેલાવવા રાજ્ય સરકાર ને થઈ અપીલ: ફિમેલ સેક્સ વર્કર અને ગે ના દુષણ ને ડામવા માટે પણ કડક કાર્યવાહી કરવી જરૂરી બની: અનેક પછાત વિસ્તારમાં દેહનો વેપાર બન્યો છે મજબૂરીથી ગૃહ ઉદ્યોગ: યોગ્ય પગલા ભરવા જરૂરી બન્યા હોવાનું જણાવ્યું
પોરબંદર
પોરબંદર જિલ્લો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ રાજ્યમાં નાનો છે છતાં એચઆઇવી એઇડ્સ નું પ્રમાણ ખૂબ વધારે છે અને ઓન પેપર એચઆઇવી તથા એઇડ્સ ના 1200 દર્દીઓ હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવીને આ ગંભીર મુદ્દે રાજ્ય સરકાર જનજાગૃતિ ફેલાવે અને સ્થાનિક કક્ષાએ દેહના વેપાર સહિત દૂષણોને નાબૂદ કરવા યોગ્ય પગલા ભરે તેવી માંગણી કરવામાં આવી છે.
પોરબંદર શહેર અને જિલ્લામાં હર હંમેશ નવા નવા પ્રશ્નો અંગે તંત્રનું ધ્યાન દોરતા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લો વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યમાં નાનો છે આમ છતાં આ પોરબંદર જિલ્લામાં એચઆઇવી તથા એઇડ્સનું પ્રમાણ વધારે છે નાના એવા જિલ્લામાં ઓન પેપર નોંધાયા હોય તેવા એચઆઈવી એઇડ્સના 1200 જેટલા દર્દીઓ હોવાનું તેમના ધ્યાને આવ્યું છે આ આંકડો ખૂબ જ ચોંકાવનારો એટલા માટે છે કે સંસ્કારી નગરી ગણાતી સુદામા પૂરીમાં એચઆઈવી તથા એઇડ્સ ના દુષણ પાછળ મેલ સેક્સ વર્કરો અને તેમના ગે સંબંધો અને ફીમેલ સેક્સ વર્કરો કારણભૂત હોવાનું ધ્યાને આવ્યું છે.
તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદરમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કાર્યરત એ આર ટી સેન્ટર ખાતે અંદાજે 1200 જેટલા દર્દીઓ એચઆઇવી તથા એઇડ્સ ના નોંધાયેલા છે અને પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં તેનો વ્યાપ વધ્યો છે ખાસ કરીને છાયા વિસ્તાર બોખીરા તુંબડા વિસ્તાર વગેરેમાં પણ આ પ્રકારના દર્દીઓ ની સંખ્યા નોંધપાત્ર છે.
ત્યારે એચઆઈવી અને એઇડ્સનો ફેલાવો થઈ રહ્યો છે તેમાં ફિમેલ સેક્સ વર્કર અને ગે સંબંધો સહિત કરવાનું પણ યોગદાન રહ્યું છે છાયા ના અમુક વિસ્તારો અને આશાપુરા વિસ્તાર માં આ પ્રકારનું દુષણ વધારે હોવાનું ધ્યાને આવ્યું છે અને આ તમામ માહિતી ઓન પેપર છે. તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડિયા એ ઉમેર્યું છે કે અનૈતિક સંબંધોને કારણે સંસ્કારી નગરી સુદામાપુરી માં
એચઆઈવી નું પ્રમાણ વધતું અટકાવવાની જવાબદારી વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્ર અને સૌ સંસ્થાઓની છે.
તેમણે જણાવ્યું હતું કે એચઆઈવી કે એઇડ્સ નો શિકાર બની ગયેલ માત્ર દર્દીને જ નહીં પરંતુ તેના પરિવારજનોને પણ સામાજિક, આર્થિક, માનસિક રીતે ખૂબ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે પોરબંદરમાં પુરુષ પુરુષ વચ્ચેના ગે સંબંધોમાં પણ શારીરિક સંબંધ બાંધવામાં આવે છે ત્યારે કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવતો નહીં હોવાને કારણે પણ એચઆઈવી નું પ્રમાણ વધી રહ્યું છે આ બાબત સમાજ માટે લાલબત્તી રૂપ છે.
પોરબંદરના અનેક ગેસ્ટ હાઉસમાં અને સોસાયટીના દૂરના વિસ્તારોમાં દેહના વેપાર ધમધમતા હોય ત્યાં પોલીસે નક્કર કાર્યવાહી કરીને કડક પગલાં ભરવા જોઈએ અને કાયમી ધોરણે આ પ્રકારના ધંધા બંધ કરાવી દેવા જોઈએ તે મહત્વનું બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં અનેક મહિલાઓ મજબૂરીને કારણે પણ દેહના વેપાર તરફ વળી છે કારણ કે પોરબંદરમાં બેકારી અને મંદીનું પ્રમાણ વધારે જોવા મળે છે તેથી દારૂનો ધંધો પણ ગૃહ ઉદ્યોગ બન્યો છે તેની સાથે સાથે અનેક જગ્યાએ દેહનો વેપાર પણ ગૃહ ઉદ્યોગની જેમ ફૂલીઓ ફાલ્યો છે અને ભૂતકાળમાં પણ દેહના વેપાર સાથે સંકળાયેલી અને દેહનો વેપાર કરાવતી મહિલાઓ પોલીસ ચોપડે ચડી ચૂકી છે ત્યારે તેના ઉપર સંપૂર્ણપણે બ્રેક મારવી જોઈએ.
તે ઉપરાંત રામદેવભાઈ મોઢવાડિયા એ મહત્વનું સૂચન એ પણ કર્યું છે કે સંસ્થાઓ દ્વારા અને તંત્ર દ્વારા આ મુદ્દે જનજાગૃતિ ફેલાવવી જરૂરી બની છે. જાહેરમાં આ બાબતે ચર્ચાઓ કરવામાં પણ આવતી નથી ખાસ કરીને યુવાપેઢી આ એચઆઇવી એઇડ્સ અંગેના મુદ્દાથી અજાણ હોય છે તેથી જુદી જુદી શાળા કોલેજો સહિત સંસ્થાઓ ખાતે પણ અવેરનેશ સેમીનાર યોજીને આ મુદ્દે જાગૃતિ ફેલાવવી ખૂબ અનિવાર્ય બની છે.
પત્રના અંતે તેમણે જણાવ્યું છે કે અને તે જીવન જીવતા લોકોએ તેમની જીવનશૈલી ઉપર બ્રેક મારવી જોઈએ તથા નિમિત રીતે એઆરટી સેન્ટર ખાતે સારવાર લેવી જોઈએ અને જરૂર જણાય ત્યારે નિશુલ્ક ચેક અપ કરાવીને પણ એચઆઇવી એઇડ્સ ને અટકાવવા માટે બ્રેક મારવી જોઈએ તે જરૂરી બન્યું છે.