દિવાળી પર્વ નિમિતે પોષણયુક્ત આહાર કીટનું વિતરણ
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા દિવાળીના પાવન પર્વે વિહાન કેર સેન્ટર ખાતે HIV પીડિત જરૂરિયાતમંદ દર્દીઓ માટે પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ આયોજનનો મુખ્ય હેતુ દર્દીઓને શારીરિક અને માનસિક ટેકો પુરો પાડવાનો છે. HIV પીડિત દર્દીઓ પણ સમાજનો અવિભાજ્ય ભાગ છે અને તેઓ પણ તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે, તે વિચારધારા સાથે આ કીટનું વિતરણ કરવામાં આવ્યું. ક્લબના સભ્યોએ દર્દીઓ સાથે તહેવારની મીઠાસ વહેંચી અને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવી.
આ પ્રોજેક્ટ દ્વારા રોટરી ક્લબે સ્વાસ્થ્ય અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા છે, જે ક્લબના આ વર્ષના “મેજિક ઓફ રોટરી” થીમ સાથે સુસંગત છે.
Please follow and like us:
CATEGORIES organisation