બાલુબા કન્યાવિધાલય ખાતેના નવીનીકરણ કાર્યમાં દાન સ્વીકારવાનું બંધ કરાયું
*શહેરીજનો દ્વારા આ નિર્ણય ની પ્રસંશા*
હાલ પોરબંદર ખાતે બાલુબા કન્યા વિદ્યાલય નું સમારકામ પૂરજોશ માં ચાલી રહ્યું છે…
આશરે ૩૦ વરસ કરતા વધુ સમય થી બંધાયેલા શાળા ના ૮ રૂમ ખૂબ જર્જરિત થઇ ગયેલા જેના કારણે છેલ્લા ૬ વરસ થી શાળા બંધ હાલત માં હતી.
ભૂ.પૂ.વિદ્યાર્થિની ઓ દ્વારા સંગઠન બનાવાયું અને દાન માટે અપીલ કરી અને સમારકામ નું મુહર્ત કરાવાયું..
દુર્ગા બેન લાદિવાલા દ્વારા જણાવાયું કે અમો ને એન્જિનિયર દ્વારા ૮૦ લાખ આસપાસ બજેટ અપાયું હતું.. એ મુજબ અમો એ અનુદાન લેવાનું શરૂ કરેલું હતું .. શાળા ના ભૂ.પૂ. વિદ્યાથીનીઓ , શહેર ની સંસ્થા ઓ અને જ્ઞાતિસંસ્થાનો, દેશ વિદેશી ભારતીયો વગેરે બધા એ ખૂબ સારું અનુદાન આપ્યું..
નિધિ બેન શાહ એ જણાવ્યું કે ત્યારબાદ આ વરસ ના વરસાદ ના કારણે છેલ્લા ૩૦-૩૫ વરસ પહેલાં બંધાયેલા ૪ રૂમ પડી ગયા એટલે અમે તે રૂમ ફરી થી સંપૂર્ણ નવા કરાવવા શરૂ કર્યું અને સિનિયર સ્ટ્રકચરલ એન્જિનયર પી.વી ગોહેલ સાહેબ ના સલાહ સૂચન સાથે સ્ટ્રકચરલ એન્જિનયર કમ આર્કિટેક્ટ આકાશ ભાઈ વિઠલાણી ને સંપૂર્ણ કામ સોંપાયું અને બધા સાથે મળી ખૂબ સરસ રીતે આ કામ શરૂ કરાયું.
ડૉ નૂતન બેન ગોકાણી એ જણાવ્યું કે આ શાળા માં લાદી ની સખત જરૂરિયાત લાગી એટલે અમો એ આખી શાળા માં તદન નવી અને સારી લાદી નાખવાનું પણ શરૂ કર્યું.સમગ્ર ઇલેક્ટ્રિક ફિટિંગ નવું કર્યું.દરેક ક્લાસ માં ૩ પંખા સાથે ૨ થી ૩ રૂમ ને અત્યંત આધુનિક કરાવવા નું પણ વિચાર્યું છે,જેમાં ડિજિટલ ,AC ક્લાસ, પ્રોજેક્ટર સાથે અદ્યતન ક્લાસ બનાવશું.સાથે સાથે કમ્પ્યુટર રૂમ અને ખૂબ મોટી લાયબ્રેરી ની સુવિધા પણ આપશું.શાળા ના આચાર્ય રાજેશ્રી બેન સિસોદિયા એ સંગઠન સમક્ષ વિનંતી કરી કે સનદી પરીક્ષા ના પુસ્તકો અમને વસાવી દો તો મારે દીકરીઓ ને સિવિલ સર્વિસિસ ની તૈયારી ની શરૂઆત અત્યારે જ કરી દઈશ..જે અમો ને ખૂબ ગમી અને અમોએ તે સ્વીકારી લીધું…
આ સાથે અદ્યતન ટોઇલેટ પણ ગ્રાન્ટ માંથી બનાવાશે..
બારી બારણા ખૂબ સંખ્યા માં છે જેથી તેમનું શક્ય તેટલું સમારકામ કરાવશું અથવા નવા ફીટ કરશું.
સમગ્ર નવીનીકરણ માં હેરિટેજ ઇમારત માં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
સાથે સાથે પીવાના પાણી ની પણ વ્યવસ્થા થશે
બગીચો પણ ઉત્તમ બનાવશે .
ડૉ સુરેખા બેન શાહ, સુલભાબેં દેવપૂર્કર, નીતા બેન વોરા અને વંદનાબેન રૂપારેલ નું સતત માર્ગદર્શન મળતું રહે છે…તેઓ એ જણાવ્યું કે પોરબંદર શ્રેષ્ઠ શાળા માની એક શાળા આ બાલુંબા કન્યા શાળા હશે.
અનુદાન લેવાનું બંધ કરવા અંગે નૂતન બેન એ જણાવ્યું કે થોડું અટક્યું હતું કારણ કે બીજી વિંગ ના ૪ રૂમ પણ ખૂબ ડેન્જર હોવાથી તે રૂમ પણ પાયે થી નવીનીકરણ કરવામાં આવે તે સાંભળી મને ખૂબ ટેન્શન આવેલું,પરંતુ ઈશ્ર્વર ના આશીર્વાદ થી એક જ વ્યક્તિ ના અનુદાન થી તમામ ખર્ચ ની વ્યવસ્થા થઈ ગઈ. અનુદાન લઈ એને બેંક માં રાખી મૂકવાનું અમે વિચાર્યું જ નથી.છેલ્લો પાણો અને છેલ્લા પાણા કરી અમો આ શાળા માંથી અલગ થઈ જાશું.
હા, અમો શાળા નું કોઈ પણ કાર્ય હશે અને અમારી જરૂર પડશે તો અને હાજર પણ રહેશું. અને શાળા નું સંપૂર્ણ સમારકામ પૂર્ણ થયે મળેલી દાન રકમ ની આવક અને ખર્ચ નો હિસાબ અમે તમામ શહેરીજનો અને દાતા ઓ ને આપશું..તે માટે અમારા સમગ્ર એકાઉન્ટ નું કામ દિપ્તીબેન ચોલેરા દ્વારા કોઈ પણ ફી લીધા વગર કરવામાં આવે છે.
તમામ ટીમ એ તમામ દાતા ઓ ને ફરી યાદ કર્યા. અને પોરબંદર અને ભૂ.પૂ.વિદ્યાર્થિની ના અનુદાન ને કારણે અમો સફળ થયા એવું પણ જણાવ્યું.
નવયુગ એજ્યુકેશન ના પ્રમુખ સામત ભાઈ ઓડેદરા અને હરીશ ભાઈ મહેતા નો આભાર માન્યો કે અમારી શાળા પ્રત્યે નું ઋણ ઉતારવાનો મોકો આપ્યો.
સમગ્ર શહેરીજનો એ જાણ્યું કે અનુદાન લેવાનું બંધ થયું,તો ખૂબ જ ખુશ થયા અને સમગ્ર ટીમ ને અભિનંદન આપ્યાં..