પોરબંદર છાંયા નગર પાલિકાના નવ નિયુક્ત પ્રમુખનું ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા અભિવાદન
પોરબંદર છાંયા નગર સેવા સદન ના નવ નિયુક્ત પ્રમુખનું ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા અભિવાદન
ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પના મુજબ પોરબંદર શહેરને આદર્શ નગર બનાવવાની ખેવના ધરાવતા ઉત્સાહી અને ત્વરિત નિર્ણય શક્તિ માટે જાણીતા સ્પષ્ટ વક્તા , કર્મઠ અને પ્રગતિશીલ વિચારધારા ધરાવતા વ્યવસાયે તબીબ અને સ્ત્રી સશક્તિકરણ નો આદર્શ એવા પોરબંદર છાંયા નગરપાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ ડો.ચેતનાબહેન જી.તિવારીનું આજ રોજ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ પોરબંદર ના યુવા પ્રમુખ અમિત વાઘેલા, મંત્રી પ્રો.નયન ટાંક, ખજાનચી નટુભાઈ કાચા તથા સર્વ કારોબારી મિત્રો દ્વારા જ્ઞાતિના કલા રત્ન દિનેશ પોરિયાના માર્ગદર્શન સાથે તૈયાર કરાયેલા સ્મૃતિ ચિહ્ન વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તબક્કે ડૉ.ચેતનાબહેને આ સ્વાગતને વધાવેલું અને ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની બહેનોને રાજકીય તથા સમાજિક ક્ષેત્રમાં આગળ લાવવા માટે જ્ઞાતિજનોને યોગ્ય ઇજન પૂરું પાડવા અપીલ પણ કરેલી હતી તથા પોરબંદર શહેરની ગતી પ્રગતિમાં સહભાગી બનવા સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા પ્રેરણા પૂરી પાડી હતી ત્યારે ઉપસ્થિત જ્ઞાતિજનોએ પોરબંદર શહેરમાં વિકાસ માટે જરૂરી સાથ સહકાર આપવા ખાતરી આપી હતી.