લાયન્સ ક્લબ ઓફ પોરબંદર “બાપુ”, પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય અને પાયોનિયર લેડીઝ વીંગ્સ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ
લાયન્સ ક્લબ ઓફ પોરબંદર “બાપુ”, પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય અને પાયોનિયર લેડીઝ વીંગ્સ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.05/11/2023 ને રવિવારે સાગર સંસ્કાર હોલ ખાતે સમય બપોરે 2:00 થી 7:00 વાગ્યા સુધી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલુ.
આ રંગોળી સ્પર્ધા ટપકાં વાળી અને ફ્રી હેન્ડ એમ બે અલગ અલગ વિભાગમાં યોજવામાં યોજવામાં આવી હતી.
આ રંગોળી સ્પર્ધામાં ટપકાં વાળી અને ફ્રી હેન્ડ માં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ને ઇનામો આપવામાં આવેલ
સ્પર્ધામાં કુલ 40 બહેનોએ ભાગ લીધેલ હતો એ એ તમામ ને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
આ પ્રોજેક્ટના ચેરમેન લીલાબેન મોતીવરસ છે.
આ સ્પર્ધા ના નિર્ણાયક તરીકે નિકીતા બેન દાસાણી અને પરીમલભાઈ મકવાણા એ સેવા આપેલ છે.
આ અવસરે ક્લબના મેમ્બર્સ જ્યેન્દ્રભાઈ ખુંટી,
હરજીવનભાઈ કોટિયા, પીયુષભાઈ મજીઠીયા,મહેન્દ્રભાઈ જુંગી,કેતનભાઈ પટેલ,દિલીપભાઈ ગંધા,ઉમાબેન ખોરાવા,
નીલાબેન થાનકી,
સંગીતાબેન અમલાણી, દીપ્તિબેન રાયમગીયા,
ઉષાબેન,મીનબેન કોટિયા,ઉર્મિલાબેન સાકરીયા,ચેતનાબેન થાનકી,જુલીબેન દાવડા વગેરેએ હાજરી આપી હતી.
આ રંગોળી સ્પર્ધા ના સ્પોન્સર પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા છે.
રંગોળી સ્પર્ધાનું સ્થળઃ
સાગર સંસ્કાર હોલ
આશા ચિલ્ડ્રન હોસ્પિટલ સામે,પેરેડાઈઝ ફુવારા પાસે,પોરબંદર
સમય બપોરે 2:00 થી 7:00
તા.5/11/2023
રવિવાર