શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા રંગોળી સ્પર્ધામાં યોજાઈ વિજેતાઓને અપાયા પુરસ્કાર

્રથમ વિજેતા મુસ્કાનબેન હિતેશ ભાઈ દુધરેજીયા ને 551
દ્વિતીત વિજેતાને તેજલબેન રાહુલભાઈ દુધરેજીયા 351
તૃતીય વિજેતાને સપના સંકેતભાઈ ગોંડલિયાને251 નું પુરસ્કારવીનેશભાઈ ગૉસ્વામી તરફથી ભાગલેનાર ને ભેટ આપવામાં આવી હતીભારતીય સંસ્કૃતિ મુજબ રોશની અને પ્રકાશના પાવન પર્વ દિવાળીના તહેવાર નિમિત્તે રંગોળીને શુભ માનવામાં આવે છે અને રંગોળી દ્વારા ઘર તથા પરિવારમાં ખુશીનો માહોલ છવાય છે ત્યારે પોરબંદર શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા ભાવેશ્વર મંદિર ખાતે તારીખ 9 /11 /2023 ના રોજ બપોરે 3.30 થી 5 .30 રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ નવ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ ,સર્ટિફિકેટ સહિત ભાગ લેનારને દશનામ ગૉસ્વામી સાધુ સમાજ ના આગેવાન તથા સ્વસ્તિક ગ્રુપ પોરબંદર ના પ્રમુખ વિનેશભાઈ ગોસ્વામી,પાયલ બેન ગૉસ્વામી તથા ચૈતાલી બેન મસાણી તરફથી ઠંડાપીણા તથા ગિફ્ટ આપવામાં આવી હતી રંગોળી સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભાવનાબેન છેલાવડા તથા મીનાબેન પાનખાણીયા એ સેવા આપી હતી. શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદરનામહિલા અગ્રણી અંજનાબેન ગોંડલીયા તથા નીતાબેન દુધરેજીયા દ્વારા સમાજની મહિલાઓમાં જાગૃતિ આવે અને સંગઠનની ભાવના કેળવાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ના મહિલા સંગઠનના આગેવાન ચાંદનીબેન દાણી,શીતલબેન ગોંડલિયા, મધુબેન ગોંડલિયા ,કીર્તિબેન ગોંડલિયા તથા સાધુ સમાજ આયોજન સમિતિના હિતેશ દુધરેજીયા ,નિમેષ ગોંડલિયા , રાજેશ ગોંડલિયા ,સંદીપ દુધરેજીયા ,સાગર ગોંડલિયા પ્રકાશ ગોંડલિયા નિલેશ ગોંડલિયા,વરુણ ગોંડલિયા ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.શ્રી વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર દ્વારા આયોજીત રંગોળી સ્પર્ધામાં 1 ઇશાબેન સુનીલભાઈ દુધરેજીયા
2 એકતાબેન રાજેશભાઇ ગોંડલિયા
3 મુસ્કાનબેન હિતેશભાઈ દુધરેજીયા 4,ધ્રુતીબેન સંદીપભાઈ દુધરેજીયા
5, દિશાબેન મહેશભાઈ ગોંડલિયા,6,મીરાલી બેન પ્રકાશ કુમાર ગોંડલિયા 7સપનાબેન સંકેતભાઈ ગોંડલિયા ,8 દીયા ભરતભાઈ ગોંડલિયા 9 તેજલબેન રાહુલભાઈ દુધરેજીયા એ ભાગ લીધો હતો જેમાં
પ્રથમ વિજેતા મુસ્કાનબેન હિતેશ ભાઈ દુધરેજીયા ને રૂ.551દ્વિતીત વિજેતાને તેજલબેન રાહુલભાઈ દુધરેજીયા રૂ.351તૃતીય વિજેતાને સપનાબેન સંકેતભાઈ ગોંડલિયાને રૂ.251 નું પુરસ્કાર નિર્ણાયકો ના વરદહસતે આપવામાં આવ્યું હતું કાર્યક્રમ અંગે ખર્ચ માં મુખ્ય સહયોગ દાતા નિમેષભાઈ ગોંડલિયા દ્વારા આપવામાં આવ્યો હતો.
રંગોળી સ્પર્ધા આયોજન કરવાનો હેતુ મહિલાઓ એકત્રિત થાય અને સમાજમાં એકતા ની ભાવના કેળવાય અને આવનાર દિવસો માં મહિલા સંગઠન મજબૂત બની આગળ આવે તેવો નાનકડો પ્રયાસ હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!