ભદ્રકાળી ગરબી શતાબ્દી મહોત્સવની ઉજવમાં બીજા નોરતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈઓઝાની પ્રેરક ઉપસ્થિતિ

ભદ્રકાળી ગરબીમાં સૂર અને શબ્દ માં નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ નુ સા મર્થ્ય છે :પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
પોરબંદર મા પ્રાચીન સંસ્કૃતિ ની જ્યોત સમી દિવેચા કોળી સમાજ ની ભદ્ર કાલી ગરબી મંડળ નો શતાબ્દી મહોત્સવ નીભવ્ય ઉજવણી બીજા નોરતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈઓઝા ની ની પ્રેરક ઉપસ્થિતિ : મોટી સંખ્યા માં લોકો ઉમટીયા
પોરબંદર : ભદ્ર કાલી માતાજી ની ગરબી મંડળ ની શતાબ્દી મહોત્સવ નુ ભવ્ય અને દિવ્ય આયોજન કરવાનુ થતા સૌરાષ્ટ્ર ભરની અનોખી આ ગરબી માં માત્ર માત્ર ભદ્ર કાલી માતાજી ના ગરબા વચ્ચે ફરનાર ગાયક દ્વારા ગવડાવ વા માં આવે છે અને 99 વર્ષ થી માઈક વિના શ્રી માતાજીના ગુણ ગાન ગાવા ની પરમ્પરા રહ્યી છે. આ ગરબી માત્ર પુરુષો માથે ટોપી પહેરીને ગરબા રમેછે
લીમડા ચોક ખાતે શ્રી ભદ્ર કાલી માતાજી ના પરિ સર મા દિવેચા કોળી સમાજ દ્વવારા પ્રાચીન સંસ્કૃતિ ને અનુરૂપ પ્રતિ વર્ષ યોજાતા આ ગરબી મંડળ 99 વર્ષ પુરા કરી આ વર્ષ થી 100 વર્ષ પુરા થતા હોય આ વર્ષે આ ગરબી મંડલનો શતાબ્દી મહોત્સવ ના બીજા નોરતે પોરબંદર ના સા દીપનિ વિદ્યા નિકેતન ના પ્રણેતા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ની પ્રેરક ઉપસ્થિત રહી હતી
લીમડા ચોક ખાતે આવેલ શ્રી ભદ્ર કાલી માતાજી ના મંદિર ના પરિસર ખાતે બીજા નોરતે શતાબ્દી મહોત્સવ ની ગૌરવ ભેર ઉજવણી થઇ રહી છે
આ મહોત્સવ ની ઉજવણી lરતા ના પ્રારંભ પોરબંદર ની શ્રી ભદ્ર કાલી દિવેચા કોળી સમાજ ગરબી મંડળ ના સેવા કર્મી પ્રમુખ શ્રી રામજી ભાઈ છગનભાઇ બામણીયા સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, અમારા પૂર્વ સુરીઓ એ આ પરમ પરા જાળવી રાખી છે અમારું સદ ભાગ્ય છે કે ભદ્ર કાલી માતાજીએ આ ગરબીનો શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરવાનો અમોને અવસર આપ્યો છે. તેમણે આ વૈશ્વિક ઓળખ ધારાવતી આ ગરબી માં દેશ વિદેશ ના દાતા ઓ અને ટ્રષ્ટી શ્રીઓ નો ઉમદા સહયોગ મળ્યો અને સમાજના કાર્ય કરો ની ગરબી પ્રત્યેની પ્રતિબદ્ધ તા ના કારણેજોવા ના શાક્ષી બન્યા તેનુ ગૌરવ છે તેમ જણાવીસૌ મહાનુભાવો ને મીઠો આવકાર આપ્યો હતો
આ દિવેચા કોળી સમાજ આયોજિત શ્રી ભદ્ર કાલી માતાજી ગરબી મંડળ ના શતાબ્દી મહોત્સવ ના બીજા નોરતે આદ્ય શક્તિ દુર્ગા ના નવસ્વરૂપ પૈકી બીજું સ્વરૂપ બ્રહ્મચા રિણી છે આ અવસરે
વિક્રમ સવઁત 1981 માં કોળી સમાજના અગ્રણી સ્વ. જાદવભાઈ સોલન્કી તથા તેના પરિવાર દ્વારા માતાજીના ગરબાની સ્વર, તાલ, લય જે ગરબીમાં જોવા મળે છે જેમાં 50 ગરબાનો સમાવેશ કરવામાં આવેલ છેઆ ગરબા વલિ પુસ્તક નુ વિમોચન પોરબંદર સાંદિપની વિદ્યા નિકેતન ના પ્રણેતા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે કરવામાં આવેલ બાદ ભદ્ર કાળી માતાજી ગરબી મંડળ એ ભારતીય સંસ્કૃતિ ને અકબંધ રાખવા બદલ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ઘમાલ વગરની પરમ ભગવતી ની સાધના સાથે આ ગરબી સોં વર્ષ સુધી ટકાવી રાખી છે તે સરાહનીય છે. ધ્વારકા ના ગુગલી બ્રાહ્મણ ગરબી પણ ખૂબ પ્રાચીન છે આ વી પ્રા ચીન ગરબી ઓ સાદગી, સાત્વિક ભક્તિ ની શીખ આપે છે હું જયારે વિદેશના ફિજીમાં શ્રીમદ ભાગવત કથા કરતો હતો ત્યારે અહીંની સંસ્કૃતિ ત્યાં જોઈને રાજીપો થયો કે આપણી સાંસ્કૃતિક ધરોહરસમાન સંસ્કૃતિ સીમાડા વટાવી ને ત્યાં પહોંચી એ ગૌરવ રૂપ છે ભદ્ર કાળી માતાજી ની શતાબ્દી ગરબી આપણા સાંસ્કૃતિક વારસા ને જીવંત રાખી છે સ્વ જાદવ ભાઈ સોલન્કી રજિત નો ઢાળ, લય આપણેને ઊર્જા આપેછે આ ગરબી માં સાત્વિકતા,ભક્તિ, અને સાદગી હૈયાને ટાઢક આપેછે ભદ્ર કાળી માતાજી ગરબીમાં સૂર અને શબ્દ માં નાદ બ્રહ્મ અને શબ્દબ્રહ્મ નુ સામર્થ્ય છે અત્યારની ગરબી મનોરજન આપેછે જયા આ ગરબી આત્મરંજન તરફ દોરી જાય છે તેમણે આ ગરબી બીજી શતાબ્દી ઉજવે તેવી શુભેચ્છા ઓ પાઠવી હતી રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા ગરબીના 75 વર્ષે પણ હાજરરહ્યા અને આજે 100માં વર્ષની ઉજવણી અવસરે ન માત્ર હાજર રહ્યા પરંતુ ખેલૈયાઓ ની વચ્ચે જય ગરબા ગાવાની સાથે સાથે ગરબે રમ્યા. નવરા ત્રી અનુ સ્થાન દરમિયાન ભાઈશ્રી સાંદિપની આશ્રમ થી બહાર જતા નથી પરંતુ ભદ્ર કાળી ગરબી ના 75 માં વર્ષે ની ઉજવણીના પ્રસંગે આપેલુ વચન નિભાવ્યું સંસ્કૃતિ અને પરમ્પરા જાળવી રાખતા ભદ્ર કાળી ગરબી મંડળ ના આયોજકો ને સાધુવાદ સાથે અભિનંદન આપ્યા

પોરબંદર ની આર. જ઼ી. ટીચર્સ કોલેજ ના પ્રિન્સિપાલ પદે રહી હજારો મૂલ્યલક્ષી આદર્શ આચાર્યો, શિ ક્ષકોનું ઘડતર કરી નિવૃત્તિ બાદ છેલ્લા દસ વર્ષથી પોરબંદર ની જાણીતી ડો વી આર ગોઢાણીયા બી. એડ પ્રિન્સિપાલ બાદ ડાયરેક્ટર પદે રહીને શિક્ષણ,, સમાજ, સેવા, આધ્યાત્મિક ક્ષેત્રે શહેરને ધબકતું રાખ્યું છે અને ગૂજરાત ના રાજ્યપાલ ના હસ્તે ગુજરાતના કેળવણીકાર તરીકે એવૉર્ડ આપેલ છે અને 70 વર્ષે પણ સમાજ ઉત્કર્ષ ની પ્રવૃર્તિ માં સક્રિય યોગદાન આપી રહ્યા છે રમેશભાઈ ઓઝા ના હસ્તે શાલ ઓઢાડી ઉસ્મા વસ્ત્ર સાથે વિશેષ ભાવ પૂજન કરી સન્માન કરતા માનવ મેદની એ તાળી ઓના નાદ વદે વધાવ્યા હતા
આ તકે ટ્રષ્ટી શ્રીઓ શ્રી રામજી ભાઈ બામણીયા, શ્રી પ્રફુલ ભાઈ બામણીયા, શ્રી બાબુ ભાઈ ભાલીયા, શ્રી પ્રેમજી ભાઈ વાજા, શ્રી ભીખુ ભાઈ મકવાણા ભદ્ર કાલી માતાજી મંદિર ના ઋષિ કુમારો શ્રી અરવિંદભાઈ આચાર્ય, બિપિન ભાઈ આચાર્ય શ્રી કમલેશભાઈ એ મહાનુભાવો ને પુષ્પ ગુચ્છ અર્પણ કરી ને અભિવાદન કરવામાં આવેલ હતું અને ટ્રષ્ટિશ્રીઓ અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ નુ પણ પૂજ્ય ભાઈ શ્રી ના હસ્તે પણ ભાવ પૂજન કરવામાં આવેલ હતું આ અવસરે સેવા કર્મી શ્રી જગદીશ ભાઈ અગ્રાવત, શ્રી નિલેશ ભાઈ સાતા, શ્રી અરવિંદ ભાઈ આચાર્ય શ્રી વલ્લભ ભાઈ બામણીયા શ્રી ગોવિંદ ભાઈ બામણીયા શ્રી જેન્તીભાઇ બામણીયા શ્રી વિનોદ ભાઈ બામણીયા ભીખુ ભાઈ સોલન્કી, શ્રી કાંતિભાઈ કેશવજી રાણીંગા જગદીશભાઈ સોલન્કી શ્રી રમેશભાઈ સોલન્કી નુ આ તકે ભાઈશ્રી ના હસ્તેભાવ પૂજન કરવામાં આવેલ હતું

સમગ્ર કાર્ય ક્રમ નુ સંચાલન પોરબંદર ના કોળી સમાજ રત્ન અને કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા એ સંભાળ્યું હતું જયારે આભાર વિધિ સમાજ શ્રેષ્ઠિ નારણભાઇ બામણીયા એ કરી હતી જ઼ી. ટી. પી. એલ. 982 પરશ્રી રાજભા જેઠવા તથા શ્રી ભરત બામણીયા ના સહકાર થકી લાઈવ પ્રસારણ કરવા માં આવેલ હતું આ પ્રાચીન ગરબી વાજીત્રો જેવા કે પગ થી વગાડવામાં આવતું હાર્મોનિયમ, ઢોલ પખાજ મંજીરા આકર્ષણ નુ કેન્દ્ર બન્યાહતા
આ ગૌરવ શાળી કાર્યક્રમ મા આ ગરબી માં પ્રતિ વર્ષ પધારતા ધારા શાસ્ત્રી સ્વ મધુ સુંદન મહેતા ના પુત્ર શ્રી અશોક ભાઈ મહેતા, સમાજ શ્રેષ્ઠિ શ્રી ભુપત ભાઈ ડાભી, સહીત , શહેર ના પ્ર બુ ધ્ધ નાગરિકો, વિવિધ એ ન. જી. ઓ ના પ્રતિનિધિઓ, શહેર ના વિવિધ જ્ઞાતિ ના અગ્રણીઓ સંતો, મહ તો, સાધુ, માતાજી ના ભક્તો, કોળી સમાજના આગેવાનો સહીત મોટી સંખ્યા માં લોકો ઉમટીયા હતા, આ શતાબ્દી મહોત્સવ ના અવસરે વિવિધ જાહેર માર્ગો પર આવકાર ગઇટ, તોરણો અને ઇલેક્ટ્રિક રોશની થી શણગાર આકર્ષણ નુ કેન્દ્ર બન્યા હતા આ શતાબ્દી મહોત્સવ પોરબંદર જિલ્લા નો પોતાનો ઉત્સવ ગણી ધન્યતા ની ક લાગણી અનુભવી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!