પોરબંદરમાં રમઝાન અનુસંધાને હલકા શરીફ ના આયોજન સંપન્ન
*વી.જે. મદ્રેસા કન્યાશાળા અને આવાસ યોજના ના બ્લોક માં આયોજન સંપન્ન*
મદ્રેસા ઇબાદત ગાહ ના ઈમામ કારી મોંઝમ સાહેબ અને ઓન. સેક્રેટરી *ફારૂકભાઈ સુર્યા દ્વારા ભાગ લેનાર ને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા*
પોરબંદરમાં માહે રમઝાન અનુસંધાને હલકા શરીફ ના આયોજન વી.જે. મદ્રેસા કન્યાશાળા ખાતે અને બોખીરા આવાસ યોજનામાં કરવામાં આવેલ હતા. જેમાં ભાગ લેનાર ને ફારૂકભાઈ સુર્યા દ્વારા ભાગ લેનાર ને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
પોરબંદરના મેમણવાડ વિસ્તારમાં આવેલ વી.જે. મદ્રેસા કન્યાશાળા ખાતે આયોજિત હલકા શરીફ માં 36 બાળકો એ ભાગ લીધેલ હતો. આ આયોજન ને સફળ બનાવવા સલીમભાઇ યુ. સાટી, નાઝીરભાઈ નુરી ડેરી, સિરાઝ અનુભાઈ વાઢા અને યાસીનભાઈ કાજી વગેરે એ જહેમત ઉઠાવી હતી. તેમજ બોખીરા આવાસમાં મહેરૂનિશા કાબાવાલિયા ની ટીમ દ્વારા આયોજન બહેનો માટે થયેલ આયોજન થયું જેમાં 16 બહેનો એ ભાગ લીધો હતો. આ હલકા શરીફ માં ભાગ લેનાર તમામ ને વી.જે. મદ્રેસા ના ઓન. સેક્રેટરી અને પોરબંદર છાયા નગરપાલિકાના વોર્ડ 6 ના મ્યું. કાઉન્સિલર ફારૂકભાઈ સુર્યા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.