પોરબંદરમાં રવિવારે ભવ્ય કવિ સંમેલન યોજાશે

◆◆◆◆◆◆◆◆◆
ગુજરાત સાહિત્ય અકાદમી અને નવરંગ સંસ્થા દ્વારા આયોજન
◆◆◆◆◆◆◆◆◆
કવિ સ્નેહલ જોશીના કાવ્ય સંગ્રહનું થશે વિમોચન

કવિ બોટાદકરની 153મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “જનનીની જોડ સખી” કાર્યક્રમ યોજાશે. તા. 26/11/2023 રવિવારે સાંજે 5:00 વાગ્યે એમ.ઇ.એમ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પોરબંદરની સાહિત્ય અને કલા પ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના મહામાત્ર ડો. જ્યેન્દ્રસિંહ જાદવ, નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાના પ્રમુખ લાખણશી ગોરાણીયા, સંયોજક લાખણશી આગઠ, સહસંયોજક જય પંડ્યા અને જલ્પાબેન લાખાણી અને સમગ્ર નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

■ કવિ સંમેલન:
કવિ બોટાદકરની જન્મ જયંતિ નિમિત્તે આયોજિત કવિ સંમેલનમાં ભાવનગરના જાણીતા કવિ વિનોદ જોશી, કવિયત્રી નેહા પુરોહિત ભાવનગર, કવિ ભરત વિંઝુડા સાવરકુંડલા, કવિ સ્નેહલ જોશી પોરબંદર, કવિ રાકેશ હાંસલીયા રાજકોટ, કવિ પ્રવિણ ખાચર બોટાદ, કવિ સુનિલ ભીમાણી પોરબંદર વગેરે ઉપસ્થિત રહી મુશાયરાની મોજ કરાવશે.

■ કાવ્યસંગ્રહનું વિમોચન અને વ્યાખ્યાન:
પોરબંદરના જાણીતા કવિ સ્નેહલ જોશીના કાવ્ય સંગ્રહ “વમળ વચ્ચે”નું વિમોચન કરવામાં આવશે. આ કાવ્ય સંગ્રહનું વિમોચન જાણીતા કવિ વિનોદ જોશીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત કવિ બોટાદકરની જન્મ જયંતિ નિમિત્તે “બોટાડકરનું કાલજયી કવન” વિષય ઉપર બોટાદના વતની ડો. આનંદ ગઢવીનું વ્યાખ્યાન યોજાશે.

પોરબંદર કલા અને સાહિત્યમાં ખૂબ રસ ધરાવતું શહેર છે અને આ ભૂમિમાં અનેક પ્રકારની કલાઓ ધરબાયેલી પડી છે ત્યારે આ દરેક કલાઓને ઉજાગર કરવા અને કલા સર્જકોને યોગ્ય સ્ટેઝ આપવા માટે ગત વર્ષથી નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે તા. 26/11/2023 રવિવારે સાંજે 5:00 વાગ્યે એમ.ઇ.એમ સ્કૂલ ગ્રાઉન્ડ પોરબંદર ખાતે આયોજીત કવિ સંમેલનમાં દરેક કલા રશિકોને ઉપસ્થિત રહેવા નવરંગના પ્રમુખ લાખણશી ગોરાણીયાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!