આજે 11 ડિસેમ્બર પૃથ્વીગ્રહના મુલાકાતી ઓશો રજનીશનો જન્મદિવસ:સન્યાસીઓ દ્વારા ઠેર ઠેર ઉજવણી
આજે 11 ડિસેમ્બર પૃથ્વી ગ્રહ ના મુલાકાતી ઓશો રજનીશ નો જન્મદિવસ બુદ્ધ પુરુષોની અમૃત ધારામાં ઓશો એક નવો પ્રારંભ છે તે અતિતના કોઈપણ ધાર્મિક પરંપરા અથવા શૃંખલાની કડી નથી ઓશોથી એક નવા યુગનો શુભારંભ થાય છે અને તેની સાથે સમય બે શૂુસ્પષ્ટ ખંડમાં વિભાજિત થાય છે ઓશો પૂર્વ અને ઓશો પશ્ચાત
ઓશોના આગમનથી એક નવા મનુષ્યના એક નવા જગતના અને એક નવા યુગનો સૂત્રપાત થયો છે જેની આધારશીલા અતીતના કોઈ ધર્મમાં નથી કોઈ દાર્શનિક વિચાર પદ્ધતિમાં નથી ઓશો સઘસનાત ધાર્મિકતા ના પ્રથમ પુરુષ છે સર્વથા અલગ સંબુદ્ધ રહસ્યદર્શી છે
નવા મનુષ્યના નવી મનુષ્યતાના ઓશો એક નવોન્મેષ છે ઓશો નો આ નવા મનુષ્ય “જોરબા ધી બુદ્ધા” એક એવા મનુષ્ય છે જે જોરબા ની જેમ ભૌતિક જીવનનો પૂરો આનંદ માણવાનું જાણે છે અને ગૌતમ બુદ્ધની જેમ મૌન થઈને ધ્યાનમાં ઉતરવા માટે પણ સક્ષમ છે એવા મનુષ્ય જે ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે સમૃદ્ધ છે જોરબા ધી બુદ્ધા એક સમગ્ર અને અવિભાજિત મનુષ્ય છે ઓશો આ નવા મનુષ્ય ભવિષ્ય ની એકમાત્ર આશા છે જેના વગર પૃથ્વીનું કોઈ ભવિષ્ય શેષ નથી
શિષ્યો અને સાધકોની વચ્ચે આપવામાં આવેલ ઓશો ના અનેક પ્રવચન અનેક પુસ્તકો સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂક્યા છે અને 30 જેટલી અલગ અલગ ભાષાઓમાં અનુવાદ પણ થઈ ચૂક્યા છે તેના પ્રવચનો દ્વારા ઓછો એ માનવ ચેતનાના વિકાસ ના દરેક પ્રકાર ને ઉજાગર કર્યા છે જીવન નો એવો કોઈ પ્રકાર નથી જે તેના પ્રવચનોથી અસ્પર્શિત રહ્યો હોય તેઓ કહેતા હતા કે મારો સંદેશ કોઈ સિદ્ધાંત કોઈ ચિંતન નથી મારો સંદેશ તો રૂપાંતરણ નો એક કીમીયો અને એક વિજ્ઞાન છે
ઓશો નો જન્મ મધ્ય પ્રદેશના કૂચવાળાગામમાં 11 ડિસેમ્બર 1931 માં થયો હતો 21 માર્ચ 1953 ના દિવસે જીવનમાં પરમ સંબોધીનો વિસ્ફોટ થયો તે બુદ્ધત્વ ને ઉપલબ્ધ થયા અને 19 જાન્યુઆરી 1990 માં ઓશો કોમ્યુન ઇન્ટરનેશનલ માં દેહ ત્યાગ થયો હતો
ઓશોની સમાધિ પર સ્વર્ણ અક્ષરોમાં અંકિત કરાયેલા શબ્દો
ઓશો નેવર બોર્ન નેવર ડાય
ઓન્લી વિઝીટેડ ધીસ પ્લેનેટ અર્થ બીટવીન ડિસેમ્બર 11 ,1931- જાન્યુઆરી 19,1990
ધ્યાન અને સૃજનના આ અલગ નવ સન્યાસ માં ઓશોની વિદેહ ઉપસ્થિતિ માં આજે પુરી દુનિયા માટે ઓશો એક એવો પ્રબળ ચુંબકીય આકર્ષણ કેન્દ્ર બન્યું છે કે નિરંતર નવા નવા લોકો આત્મા રૂપાંતરણ માટે ઓશો ને જાણી રહ્યા છે તથા ઓશોની સઘન જીવન સ્થિતિ અવગહન કરી રહ્યા છે આજે દેશ વિદેશમાં ઓશોના જન્મદિવસની અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે