પોરબંદરમાં બેફામ સ્પીડે દોડતા ટ્રક સહિતના ભારે વાહનો ઉપર અંકુશ ક્યારે?

કમલાબાગ પોલીસ મથક સામે જ સાઈકલ સવાર યુવાનનું ટ્રક અડફેટે મોત નીપજતા કોંગ્રેસ દ્વારા ઠાલવાયો આક્રોશ:કમલાબાગથી બિરલા ફેક્ટરો સુધી સતત ધમધમતા રોડ ઉપર અનેક શૈક્ષણિક સંકુલો હોસ્પિટલો આવી હોવા છતાં ભારે વાહનોને અટકાવવામાં તંત્રનું ભેદી મૌન: ભૂતકાળમાં અનેક અકસ્માતમાં મોતના બનાવ પણ બની ચૂક્યા છે તેમ છતાં કયો ગ્રહ નડે છે?*
પોરબંદર
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન સામે જ ફુલસ્પીડે ટ્રક ચલાવતા ચાલકે ગઈકાલે સાંજે સાઈકલ સવાર યુવાનને કચડી નાખ્યો છે ત્યારે આવા બનાવ ઉપર પોલીસ અંકુશ ક્યારે લાવશે તેવો સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવાયો છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ કરેલી રજુઆતમાં જણાવ્યું
છેકે, પોરબંદરમાં પોલીસના નાક નીચે જ ભારે વાહનચાલકો બેફામ બન્યા છે અને ઘણી જગ્યાએ મોટા વાહનચાલકો પાસેથી ઉઘરાણા થતા હોવાની ફરીયાદો પણ ઉઠવા પામી છે ત્યારે રવિવારે સાંજે સર્જાયેલા વાહન અકસ્માતમાં માત્ર ટ્રકચાલકની જ નહી
પરંતુ પોલીસની બેદરકારી પણ એટલા માટે જણાઈ રહી છેકે, પોલીસ મથકની બરાબર સામે જ આ બનાવ બન્યો છે,ત્યારે આવા ભારે વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં પોલીસ કોની લાજ કાઢી રહી છે તેવોસવાલ ઉઠાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા એ રાજ્ય સરકારને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદરમાં બેફામ સ્પીડે દોડતા ભારે વાહનો દ્વારા વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે અને અગાઉ અનેક લોકો મોતને પણ ભેટી ચુક્યા છે ખાસ કરીને નરસંગ ટેકરીથી કમલા બાદ થઈને છાયા ચોકી પાસેથી નિરમા ફેક્ટરી તરફ જતા અનેક ટૂંક સહિત ડમ્ફરો અને ટેન્કરો દ્વારા ભૂતકાળમાં અનેક અકસ્માતો સર્જાઈ ચુક્યા છે સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા એમ એએમ સ્કૂલ થી છાયાચોકી સુધી સર્જાય છે જ્યાં બોલાય ઉપર 12 થી 14 વ્હીલ વાળા ભારે વાહનો પસાર થતા હોય છે અને ત્યાં જ નજીકમાં જ સરકારી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ આવેલી છે એટલું જ નહીં પરંતુ આ રોડ ઉપર અન્ય શૈક્ષણિક સંકુલો અને દવાખાના સહિત હોસ્પિટલો પણ આવેલી છે તેમજ વાહનોથી સતત ધમધમતા આ રોડ ઉપર રહેણાંક વિસ્તાર પણ હોવાથી ભારે વાહનોની અવરજવર ઉપર કંટ્રોલ રાખવો જરૂરી બન્યો છે.
અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને આ રસ્તા ઉપર થી ભારે વાહનોની અવરજવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આમ છતાં હાલમાં ફરીને એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બેફામ સ્પીડે વાહનો પસાર થઈ રહ્યા છે ભૂતકાળમાં સિગ્મા સ્કૂલ પાસે ટ્રક અડફેટે એક વિદ્યાર્થી કચડાઈ જવાનો બનાવ બની ચૂક્યો હતો તે ઉપરાંત પણ એમ એમ સ્કૂલ સામે ગોલાઈ ઉપર એક બાઈક સવાર આધેડનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ ભારે વાહનોમાંથી કુલ સી સહિત ચીકણું પ્રવાહી પણ રોડ ઉપર પડે છે જેના કારણે ટુવિલર સ્લીપ થવાના બનાવો પણ એ નિયમ સ્કૂલ નજીકની ગુલાલ ઉપર અનેક બની ચૂક્યા છે આ રસ્તો પણ અત્યંત બીસમાર છે તેથી વારંવાર સજાતા અકસ્માતો ને અટકાવવા માટે આ રસ્તા ઉપરથી ભારે વાહનોની અવરજવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવી દેવો જોઈએ અને તે અંગે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડીને જે તે તંત્રને સુચના આપવી જોઈએ અને પોલીસ પણ આ રસ્તા ઉપર વધતી જતી ટ્રાફિકની સમસ્યા ને દૂર કરાવવા કડક સાથે કામ લે તે જરૂરી બન્યું છે તેવી માંગણી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવી છે.
