ગોઢાણીયા આઈ.ટી. કોલેજ ના અધ્યાપક ધવલભાઈ ખેર PhD થયા

પોરબંદર: પોરબંદર ની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી. આર. ગોઢાણીયા આઈ. ટી. કોલેજ માં ૨૪ વર્ષ થી ફરજ બજાવતા ધવલભાઈ રમણલાલ ખેર એ કમ્પ્યુટર સાયન્સ વિષય ના cyber security વિષય પર આધારિત ટોપિક “Some Aspects of Analytical Study for P2P Botnet Identification and Estimation” પર પ્રો.કિશોર અટકોટીયા(સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ) ના માર્ગદર્શન હેઠળ સંશોધન કરી સફળતા પૂર્વક external viva defend કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PhD ની પદવી પ્રાપ્ત કરેલ છે.
પોરબંદર માં કીર્તિ મંદિર માં પૂજ્ય મહાત્મા ગાંધી અને કસ્તુર બા ગાંધી ના છબી કિતાબ રૂપે પોર્ટ્રેટ બનાવનાર વિશ્વ કક્ષા ના આર્ટિસ્ટ અને પોરબંદર ના રાજવી શ્રી નટવરસિંહજી ના ખાસ સલાહકાર કેપ્ટન શ્રી નારાયણભાઈ ખેર ના પૌત્ર ધવલભાઈ ખેર આઈ.ટી વિષય માં ૨૪ વર્ષ થી પોતા ના જ્ઞાન નો હજરો વિદ્યાર્થી ઓને લાભ આપ્યો છે.
તેમના PhD ના વિષય બાબત જોયે તો, cyber security એ આજ ના યુગ નો hot topic છે, તેથી તેના પર સંશોધન એ ખુબ જ જરૂરી છે. આજ ના કમ્પ્યુટર અને મોબાઈલ યુગ માં કમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રકચર ઈન્ટરનેટ સાથે જોડાયેલ હોય છે, જેથી લોકો અથવા સંસ્થા ના ઉપયોગી અને ગોપનીય ડેટા આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખે છે અને તેમને સાયબર એટેકથી સુરક્ષિત રાખવા નો મોટો પડકાર છે. આ સંશોધન નો મુખ્ય ઉદેશ એ, કમ્પ્યુટર નેટવર્ક માં વાયરસ આવેલ હોય તો તેને શોધી તેને કઈ રીતે દૂર કરી શકાય અને વાયરસ ના આવે તેના માટે ના જરૂરી ઉપાયો છે. અનધિકૃત હુમલો અથવા ઍક્સેસમાંથી કમ્પ્યુટર સિસ્ટમ્સ અને નેટવર્ક્સ સુરક્ષિત કરવા માટે મજબૂત સાયબર સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પોલિસી એકસાથે કામ કરે છે. આ સંશોધન દ્વારા હેકરો સામે સંપત્તિ અને ડેટાને સુરક્ષિત કરવામાં માટે યોગ્ય સાયબર સુરક્ષાની વ્યૂહરચના રજુ કરવા માં આવી છે. આ સંશોધન દ્વારા સાયબર હુમલા અને ચોરી અથવા સંવેદનશીલ તથા ગોપનીય માહિતી ગુમાવવાના કેશ માં ખુબ જ ઘટાડો થશે, આમ આવનાર દિવસો માં સમાજ ને ખુબ જ ઉપયોગી થશે. આજે સાયબર સીક્યુરીટી ક્ષેત્રે ઉજળી કારકિર્દી ની તકો રહેલી છે ત્યારે વિદ્યાર્થીઓ, પ્રોફેસોરો, આઈ. ટી. કોલેજો, સમાજ ના વિવિધ ક્ષેત્રે આ સંશોધન ખુબ જ ઉપયોગી પુરવાર થશે.
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના પ્રો.કિશોર અટકોટિયા, એક્સટર્નલ વાઇવા લેવા માટે આવેલ જમ્મુ યુનિવર્સિટી ના.પરમિલકુમાર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ભૂતપૂર્વ ઇન્ચાર્જ વાઈસ ચાન્સલર પ્રો.ગીરીશભાઈ ભીમાણિ એ ખુશી વ્યક્ત કરી શુભેચ્છા આપી છે.
કમ્પ્યુટર સાયન્સ વિષય માં ડિગ્રી મેળવા બદલ ડો. વી. આર. ગોઢાણીયા સંકુલ ના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા, ભરતભાઈ ઓડેદરા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, જયશ્રી બેન ગોઢાણીયા, ભરતભાઈ વીસાણા, એકેડમિક ટ્રસ્ટી હીનાબેન ઓડેદરા, જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા, આઈ. ટી. કોલેજ તથા સમગ્ર ગોઢાણીયા સંકુલ પરિવાર એ કોલેજ નું ગૌરવ વધારવા બાદલ અભિનંદન સાથે ઉતરોતર પ્રગતિ માટે ની શુભેચ્છાઓ પાઠવી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!