પ્રજાસતાક પર્વ નિમિતે વિ.જે. મદ્રેસા સંકુલની ભૂતપૂર્વ વિધાર્થીનીએ ઘ્વજ લહેરાવ્યો
*ધો. ૧ થી ૧૦ સુધીનું અભ્યાસ મદ્રેસામાં કર્યા બાદ સફળતાના શિખરો સર કરી હાલ ટોરેન્ટો પાવરમાં એન્જીનીયરની પદવી પ્રાપ્ત કરનાર વિધાર્થીનીને મદ્રેસામાં અપાયું સન્માન*
પોરબંદરની વિ.જે.મદ્રેસા સંકુલમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભકિતપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિ.જે. મદ્રેસા સંકુલની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.
વિ.જે.મદ્રેસા ગર્લ્સ હાઈસ્કુલમાં ધો. ૧ થી ૧૦ સુધી સાટી સાહેબા સલીમભાઈએ અભ્યાસ કરી ધો. ૧૦માં સારા ટકા સાથે પાસ થયા બાદ પોરબંદરની પોલીટેકનીક કોલેજમાં ઈલેકટ્રીક એન્જીનીયરમાં ડીપ્લોમાં કરી ઉચ્ચ ગુણ સાથે પાસ થઈને અમદાવાદની વિશ્વકર્મા એન્જીનીયરંગ માં મેરીટ ઉપર પ્રવેશ મેળવી ઈલેકટ્રીક એન્જીનીયરની ગ્રેજયુએશનની ડીગ્રી મેળવી હતી અને હાલ સાટી સાહેબા સલીમભાઈ ભારતની નામાંકીત કંપની ટોરેન્ટો પાવર અમદાવાદ ખાતે એકઝીકયુટીવ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. આ રીતે એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીએ ઉચ્ચ અભ્યાસ કરીને ટોરેન્ટો પાવર જેવી કંપનીમાં ઉચ્ચ હોદો મેળવી સફળતા પ્રાપ્ત કરેલ હોય અને મદ્રેસા સંકુલની આ ભૂતપૂર્વ વિધાર્થીની પોરબંદર આવેલ હોય શાળાના સંચાલક ફારૂકભાઈ સુર્યાએ પોરબંદર માટે ગૌરવ સમાન આ દીકરીના હસ્તે ઘ્વજવંદન કરાવેલ હતું.
પ્રજાસત્તાક દિનની ઉજવણી અનુસંધાને પ્રિન્સીપાલ ઈસ્માઈલ મુલ્તાનીના માર્ગદર્શન હેઠળ એસ.પી.સી.ના વિદ્યાર્થીઓએ પરેડ યોજી હતી અને ઈંગ્લીશી મીડીયમના ધો. ૫ થી ૮ના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ દેશભકિતને લગતા અને શૈક્ષણિક પ્રોજેકટ રજુ કર્યા હતા. આમ મદ્રેસા સંકુલમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.