શ્રી ગાયત્રી શક્તિપીઠ-પોરબંદર દ્વારા વિરાટ ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયુ
વીરાટ ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ નું તેમજ પાવનકારી ધાર્મિક પ્રસંગો નું આયોજન શ્રી ગાયત્રી શક્તિપીઠ-પોરબંદર દ્વારા તારીખ:૨૪-૧૨ થી ૨૫-૧૨-૨૦૨૩ *બે દિવસ* કરવામાં આવેલું.
વિશ્વના ફલક પર રાષ્ટ્ર જ્યારે નીડર નેતૃત્વ તેમજ પ્રભાવી જ્યોત જલાવી રહ્યું હોય તેમજ માં ભારતી ફરી વિશ્વગુરુના સ્થાન પર બીરાજમાન થવા ડગ માંડી રહ્યું હોય ત્યારે ભારતીય સંસ્કૃતિનો જયઘોષ કરવા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે સુદામાપુરી પોરબંદરમાં *વિરાટ ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ* નું આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારના તત્વાવધાનમાં મહાત્મા ગાંધી ની જન્મભૂમિ ઉપર કે જ્યાં *પ.પૂ. તપોનિષ્ઠ પંડિતશ્રી રામ શર્મા આચાર્યજી* એ પ્રથમ ચાર સહસ્ત્ર કુંડી મહાયજ્ઞ કરેલ તેમાંનું એક સૌરાષ્ટ્રના પોરબંદરમાં ફરી વખત પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી *૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ* નું આયોજન થયેલુ જેમાં, ૨૭ થી પણ વધુ જ્ઞાતિના ૩૨૪ થી વધારે દંપતીએ તેમજ તેમના પરિવારજનો એ આ મહાયજ્ઞ માં ઉપસ્થિત રહી ભાગ લીધેલો. આ મહાયજ્ઞ ના આગલા દિવસે મહાયજ્ઞ નાં સ્થાન ગાયત્રી મંદિર પર જવા માટે પોરબંદરના મુખ્યમાર્ગો પર *કળશ શોભા યાત્રા* નું મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના તેમજ સમગ્ર હિન્દુસમાજ ના લોકો આ કળશ શોભા યાત્રામાં જોડાયેલા સાથે સાથે અયોધ્યા રામજન્મભૂમિ તીર્થક્ષેત્રથી આવેલ *પુજિત અક્ષત કળશ* પણ આ શોભા યાત્રામાં રાખેલ જેનું સમગ્ર હિન્દૂ સમાજના ભાઈઓ બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવેલું. ધ્વજા રોહણ,કળશ પૂજા,કન્યા કૌશલ શિબિર,નારીશક્તિ સશક્તિકરણ,વર્તમાન સમયને અનુરૂપ ઉદબોધન તેમજ ભવ્ય દીપ યજ્ઞ જેવા કાર્યક્રમો માં મહાયજ્ઞ ના આગલાં દિવસે ખૂબ મોટી સંખ્યામાં પોરબંદરના ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારથી ૧૦૮ કુંડી મહાયજ્ઞ માં વિભિન્ન સંસ્કાર,ધ્યાન પૂજા કરવામાં આવેલ તેમજ આદરણીય ડો.ચિન્મય ભૈયા નું વિશ્વ કલ્યાણ તેમજ ભારતીય સંસ્કૃતિ નાં કલ્યાણ તેમજ તેનું મહત્વ સમજાવતું ખૂબ સરસ ઉદબોધન રહેલું. સંસ્કૃતિ ને ઉજાગર કરતા વિવિધ પુસ્તકોના સ્ટોલ,બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલો. અયોધ્યાથી આવેલ *અક્ષત કળશ* નું પૂજન કરેલ તેમજ તારીખ:૨૨ જાન્યુઆરી ૨૦૨૪ એ થનાર શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી દરેક હિન્દુસમાજ પોતાના ઘરે રંગોળી,તોરણ,દિવડા વગેરે થી કરશે એવો સંકલ્પ કરી જય શ્રી રામ નો જયઘોષ કરવામાં આવેલો. આ સમગ્ર કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ૭૦૦૦ થી વધુ લોકોએ ભોજન પ્રસાદી લઇ ધન્યતા અનુભવેલ તેમજ સામાજિક સમરસતા નું એક ઉદાહરણ પૂરું પાડેલ. શ્રી ગાયત્રી શક્તિપીઠ પોરબંદર ના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો એ ખૂબ ઉત્સાહથી આ *૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ* નાં કાર્યક્રમ ને સફળ બનાવેલ.
*માહિતી*
*શ્રી મહેન્દ્રસિંહ ઝાલા*
*ગાયત્રી શક્તિપીઠ*
*પોરબંદર.*
*(મો.7405134551)*