લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા ‘સ્વછતા હી સેવા’ અંતર્ગત એક તારીખ એક કલાક કાર્યક્રમ યોજાયો
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજાની પ્રેરણાથી ‘સ્વછતા હી સેવા’ અંતર્ગત એક તારીખ એક કલાક
તા.01-10-2023 રવિવારના રોજ કનકાઈ મંદિર પાસે બીચ સફાઈ અભિયાન
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજાની પ્રેરણાથી ‘સ્વછતા હી સેવા’ અંતર્ગત એક તારીખ એક કલાક તા.01-10-2023 રવિવારના રોજ કનકાઈ મંદિર પાસે બીચ સફાઈ અભિયાન સવારે 09.30 કલાકે શરૂ કરવામાં આવ્યું હતું.જેમાં કનકાઈ મંદિર તથા તેની પાછળના ભાગે આવેલ બીચ ઉપરથી કચરો એકઠો કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમ માં લાયન્સ ક્લબ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલ બા જાડેજાના માર્ગદર્શન અનુસાર પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા, વાઈસ પ્રેસિડેન્ટ લાયન કિશન મલકાણ ,
સિનિયર મોસ્ટ લાયન ડો.સુરેશભાઈ ગાંધી,સેક્રેટરી લાયન અજય દત્તાણી, જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી,લાયન કિર્તીભાઇ થાનકી,લાયન ભૂપેન્દ્ર દાસાણી તથા વર્ષાબેન ગજ્જર હાજર રહ્યા હતા,,,
સ્વચ્છતા એ સારા સ્વાસ્થ્યની ચાવી છે. કચરો નહીં ફેલાવો, ભારતને સ્વચ્છ બનાવીશું. આજથી સ્વચ્છતાનું આ બ્યુગલ ફૂંકી દો,લાયન્સ કલબ પોરબંદર ના તમામ સભ્યો દ્વારા સ્વચ્છ ભારત અભિયાનનો આ સંદેશ ઘરે-ઘરે લઈ જાઓ,,