લાલબત્તી વાળા મામદેવ ચેરીટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

સુભાષનગર ખાતે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પમાં 1000 દર્દીઓએ લાભ લીધો
*આ કેમ્પમાં પોરબંદર અને રાજકોટના નામાંકિંત ડોક્ટરોએ સેવા આપી*
લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેના ભાગરૂપે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગની સારવાર અને દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં 1000 દર્દીઓએ લાભ લીધો હતો
જરૂરિયાતમંદ દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો.હતો સુભાષનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ કેમ્પમાં 1વર્ષથી 90 વર્ષના દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં ડોક્ટર કરણ કેશવાલા, ડોક્ટર જીતેન્દ્ર તાવરી, ડોક્ટર જય બદિયાણી, ડોક્ટર યાજ્ઞિક વાજા, ડોક્ટર હિતેશ રંગવાણી, ડોક્ટર હેતલબેન પંડ્યા, ડોક્ટર યશસ્વીની બદિયાણી, ડોક્ટર રાહુલ કોટિયા, ડોક્ટર સંજય ઠકરાર, ડોક્ટર જયસુખ મકવાણા રાજકોટ ઇન્જેક્શન વિના અને દુખાવા વગર જાલંધર બંધ પદ્ધતિ દ્વારા 40 દર્દીના દાંત કાઢી આપવામાં આવ્યા હતા. વિના મૂલ્યે બીપી અને ડાયાબિટીસ ની પણ તપાસ કરી આપવામાં આવી
આંખના દર્દી 212, ડાયાબિટીસ બીપીની તપાસ 148, ચામડીના દર્દી 110, દાંતના દર્દી 100, જનરલ દર્દી 140, હાડકાના દર્દી 231, બાળકોના દર્દી 60 વિના મૂલ્યે દવા પણ આપવામાં આવી હતી
આ કેમ્પમાં પોરબંદર અને રાજકોટના નામાંકિંત ડૉક્ટરોએ પોતાનો કિંમતી સમય આપી આ કેમ્પમાં સેવા આપેલ છે તે બદલ લાલબત્તીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એમનો આભાર પણ માનવામાં આવ્યો હતો
આ કેમ્પ ને સફળ બનાવવા માટે લાલબત્તીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સેવકો એ જહેમત ઉઠાવી હતી
