ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રીમિયર લીગ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદર ટિમ વિજેતા

ભારત વિકાસ પરિસદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની સોમનાથ વિભાગની 6 ટીમોની પ્રીમિયર લીગ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટ* નું 🏏 એક આયોજન *કેશોદ શાખા* ના યજમાન પદે યોજાઈ ગયું
75 થી વધારે ખેલાડીઓ સોમનાથ, પોરબંદર, જુનાગઢ, માણાવદર, કેશોદ વગેરે શાખામાંથી ઉપસ્થિત રહેલા.
તેમની સાથે શાખાના કારોબારી તેમજ પ્રાંત ટ્રસ્ટી કલ્પેશભાઈ શાહ* અને સંગઠન મંત્રી કિરીટભાઈ નંદાણીયા* ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ ટુર્નામેન્ટમાં કુલ સાત મેચ સવારથી સાંજ સુધી રમવામાં આવેલી. જેમાં *પોરબંદર શાખા વિજેતા* અને *કેશોદ શાખા ઉપજેતા* જાહેર થયેલ.
વિવિધ શાખામાં રહેલા સભ્યો પૈકી ખેલાડીઓ વચ્ચે પરસ્પર ખેલદિલીની અને બંધુત્વની ભાવના વિકસે, *સંપર્ક* થાય જેના માધ્યમથી *સેવા* અને *સંસ્કૃતિ* ના પ્રકલ્પો પરસ્પર *સહયોગ* વડે *સમર્પણ* ની ભાવનાથી થાય અને *વ્યક્તિ ઘડતર થી રાષ્ટ્રનિર્માણ* સુધીની સમગ્ર પ્રક્રિયામાં *સ્વસ્થ, સમર્થ, સંસ્કારિત ભારત નિર્માણ* માં સૌ સહયોગી બને એવા ઉદ્દેશ્યથી આયોજિત ટુર્નામેન્ટમાં ખેલના માધ્યમથી સવારના 6 થી સાંજે 07:00 વાગ્યા સુધી સૌ કોઈ હળી મળીને દિવ્યમ ઇન્ટરનેશનલ સ્કૂલના ગ્રાઉન્ડમાં ખૂબ આનંદ સાથે ટુર્નામેન્ટ પૂરી કરી.

ટુર્નામેન્ટમાં કેશોદ શાખાના સભ્યો, કારોબારી અને શહેરીજનો અને શહેરી શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટને પ્રોત્સાહિત કરી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!