“એન્ટરટેન્મેંટ કા કોમ્પિટીશન”નું સફળતા પૂર્વક આયોજન
રોટરી ક્લબ ઓફ પોરબંદર અને યુથ માઇક ગ્રુપ દ્વારા ગત તા. ૨૦ ઓગષ્ટના રોજ “એન્ટરટેન્મેંટ કા કોમ્પિટીશન”નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના 12 જેટલા નવોદિત કલાકારો દ્વારા ગાયકી, સેન્ડ આર્ટ, તલવારબાજી, સ્ટોરી ટેલિંગ, સિતાર વાદન અને વાંસળી વાદન જેવા અદભુત ટેલેન્ટ દ્વારા જનતાનું મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોરબંદરના પ્રખ્યાત સ્કેચ આર્ટિસ્ટ કરશન ઓડેદરા દ્વારા માત્ર 10 મિનિટમાં રોટરી પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ચોલેરાનુ લાઈવ સ્કેચ અને સુપ્રસિદ્ધ કવિ સ્નેહલભાઈ જોષી દ્વારા તેમની ગઝલો રજુ કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. પોરબંદરના મજાણીતા લેખક દુર્ગેશભાઈ ઓઝા અને સોશ્યલ એક્ટિવિસ્ટ શિવાની સામાણી એ નિર્ણાયક તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી જયેશભાઈ પુરોહિત જેમણે સિતાર વાદન અને તેમની સાથે પરાગભાઇ જોષી જેમણે તબલા વાદન દ્વારા ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવ્યા હતા તેમને એન્ટટેનર ઓફ ધ ડે, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર દેવાંગ વાઢિયાને તેમના અદભુત ટેલેન્ટ સેન્ડ આર્ટ માટે પરફોરમર ઓફ ધ ડે, અને તાજેતરમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં કંદપિડાશન માટે નામ દર્જ કરાવનાર રાજ દુબ્બલને ટેલેન્ટ ઓફ ધ ડે જાહેર કર્યા હતા. તેમજ બાળ કલાકારોમાં નિર્મય પરાગભાઇ માંડવીયાને ડાન્સ માટે અને મનશ્રી હાર્દિકભાઈ રૂઘાણીને વાર્તા માટે વિશેષ ભેટ આપવામાં આવી હતી. પોરબંદરના ઉભરતા કલાકારોને બિરદાવવા ડો. સુરેશ ગાંધી, પોરબંદર મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમાર, વાઇસ ડીન ડો. ચાવીયા, દિવ્યાંગ કલાકાર કૃપા લોઢીયા, રજનીભાઇ મોઢા, ટોપ એફ.એમ. આર.જે મિલન પાનખણીયા સહિત મોટી સંખ્યામાં લોકોએ નટવરસિંહજી ક્લ્બ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કલાકારોને તેમના હૃદયમાં સ્થાન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા રોટરી પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ચોલેરા, સેક્રેટરી દિવ્યેશભાઈ સોઢા અને પ્રોજેક્ટ ચેરમેન પ્રણય રાવલ તેમજ યુથ માઇક ગ્રુપ વતી દેવાંગ ભૂંડિયા સહિતના ટીમ મેમ્બર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી