પોરબંદરમાં ચકચારી પ્રેમ પ્રકરણમાં સગીર ના અપહરણ કેસમાં આરોપીને જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ.

પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી ભીમજીભાઈ પીપરોતર દ્રારા એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી. કે, તેની મોટી પુત્રી ગુમ થઈ ગયેલી હોય અને તે સંબંધે બગવદર પોલીસમાં જે તે વખતે જાહેર કરતા પોલીસે તેને શોધી કાઢેલી હતી. અને તે વખતે એવુ જાણવા મળેલુ હતું. કે, ઈકબાલ ઈશાક રાવડા તેની પુત્રીને લલચાજી ફોસલાજી ભગાડી ગયેલો હોય પરંતુ પોલીસ દ્રારા તેને શોધીને અમોને કબજો સોંપી આપેલો હોય તેનો ખારલ્વેષ રાખી મારા સગીર વયના પુત્ર રવિની આ ઈકબાલ ઈશાક રાવડા દ્રારા મોટર સાયકલમાં ઉપાડી જઈ અપહરણ કરેલુ હોય અને મારી પુત્રીને જો કબજો સોંપીએ તો જ આ ઈકબાલ મારા પુત્રને છોડશે તેજી ધમકી આપેલી હોય તેવા મતલબની ફરીયાદ કરેલી હતી. તે સંબંધે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલી હતી. જેમાં સલીમ ઉમરભાઈ ભટી વતી તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરતા તેની દલીલમાં જણાવેલ કે, ચકચારી કેસ બનેલ હોવાના કારણે પોલીસે સલીમ ને ખોટી રીતે પકડેલ છે. અને ખરેખર ચાર્જશીટ ફાઈલ થઈ જતા જેમાં સગીરનું નિવેદન લેવાયેલુ હોય અને નિવેદનમાં કયાંય હાલના આરોપીનું નામ ખુલતુ ન હોય અને ચાર્જશીટ મુજબ જ માત્ર અન્ય આરોપીઓને નાસ્તો દેવા ગયેલો હોવાની વિગત જણાવેલી હોય અને આખા ચાર્જશીટમાં હાલના આરોપી વિરૂધ્ધના કોઈ પુરાવો ન હોય અને કોઈના પણ નિવેદનમાં હાલના આરોપીનું નામ ખુલતુ ન હોય ત્યારે હાલના આરોપીને જેલમાં રાખવાથી પ્રિ-પનીસમેન્ટ થાય તેમ હોય અને નામદાર હાઈકોર્ટના ચુકાદા મુજબ જયારે અન્ય તહોમતદારે નામ લીધેલુ હોય ત્યારે અને તેના વિરૂધ્ધનો ચાર્જશીટમાં કયાંય પુરાવો ન હોય ત્યારે જામીન મુકત કરવા જોઈએ તેવુ ઠ૨ાવેલુ હોય ત્યારે તે તમામ બાબતો તથા પોલીસ પેપર્સ તથા એડવોકેટની દલીલ ઘ્યાને રાખી ડીસ્ટ્રીકટ જજશ્રી પંચાલ સાહેબ દ્રારા આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં અરજદાર-આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભુમી વ૨વાડીયા, ચાંદની મદલાણી, માહી પુરોહીત

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!