જી.એમ.સી. સ્કૂલના વિધ્યાર્થીઓએ ધેડીયા સ્પેશિયલ ચાઇલ્ડ કેર સેંટરની મુલાકાત કરી



પોરબંદરની એકમાત્ર સંસ્થા છે જે મનોવિજ્ઞાન વિષયને પ્રેક્ટિકલ એપ્રોચ સાથે ભણાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના કાળ પછી લોકો માનસિક સ્વાસ્થ્યની પણ ઉપયોગિતા સમજ્યા છે એવામાં જી.એમ.સી. સ્કૂલ હંમેશા પોતાના વિધ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે કાર્યરત રહી છે. તો જી.એમ. સી. સ્કૂલ માત્ર પુસ્તકિયું જ્ઞાન નહિ પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપે છે, એવામાં જી.એમ. સી. સ્કૂલના મનોવિજ્ઞાન વિષયના ફેકલ્ટી અને જી.એમ.સી. સ્કૂલના કાઉન્સેલર શિવાની સામાણી જેઓને મુંબઈ અને ચેન્નાઈ જેવા સેન્ટરોમાથી પોતાનું મનોવિજ્ઞાન, ક્લિનિકલ હિપ્નોસિસ, NLP (ન્યૂરો લીંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ), ગ્રાફોલોજી, સાઇકોથેરપી જેવા અનેક કોર્ષોમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેઓએ આ વિઝિટ માટે ઉત્સાહભેર મેહનત કરી હતી. ધેડીયા સ્પેશિયલ ચાઇલ્ડ કેર સેંટરમાં મંદબુદ્ધિ તથા વિકલાંગ બાળકો માટે સ્પેશિયલ સેન્ટર ચાલે છે ત્યાં વિધ્યાર્થીઓને ખાસ મુલાકાતએ લઈ ગ્યા હતા. મનોવિજ્ઞાન ભણતા વિધ્યાર્થીઓને ‘મેન્ટલ ડિસઓર્ડર’ ચેપ્ટર પણ આવે છે જેમાં મનોવૈજ્ઞાનિક રોગોનું વિશ્લેષલ હોય છે તો જી. એમ. સી. સ્કૂલના વિધ્યાર્થીઓને આ મનોવૈજ્ઞાનિક રોગો માટે કઈ રીતે કેસ હિસ્ટ્રી લેવી?, એ રોગના ક્યાં લક્ષણ હોય?, એના ઉપાયો વિષેનું સચોટ માર્ગદર્શન ત્યાના
કાર્યકર્તા શીતલબેન, તેજલબેન અને ભક્તિબેનએ આપ્યું. સાથે ત્યાં શિવાનીબેન એક સમાજસેવાના ભાવથી અઠવાડિયામાં એકવાર આ વિધ્યાર્થીઓને લાઇટ અને કલર થેરાપી સાથે ધેડીયા સ્કૂલના સ્પેશિયલ ચાઈલ્ડના વાલીઓને પણ સચોટ માર્ગદર્શન આપે છે કે ઘરે કઈ પ્રકારની પ્લે એક્ટિવિટી તથા સર્વાંગી વિકાસ માટેની એક્ટિવિટી કરાવી જેથી બાળકોનો બૌધિક વિકાસ થાય. સાથે આ સેંટરમાં બીજી થતી ફિજ્હિયોથેરપી, પ્લે થેરાપી, શુ લેસ એક્ટિવિટી, કલે એક્ટિવિટી અને અનેક બ્રેઇન ડેવલપમેંટ એક્ટિવિટી કરાવી બાળકમાં કઈ રીતે બૌધિક વિકાસ કરી શકાઈ એનું માર્ગદર્શન આપ્યું હતુ. જી.એમ.સી. સ્કૂલના વિધ્યાર્થીઓને દરેક એક્ટિવિટીનો લાઈવ ડેમો પણ શિવાનીબેન દ્વારા રજૂ કરાયો. જેથી વિધ્યાર્થીઓને સમજાયું કે
ઓટીસમ,એ.ડી.એચ.ડી. લર્નિંગ ડિસેબિલિટી,મેંટલી રીટાર્ડેડ વગેરે વચ્ચેનો તફાવત અને એની ટ્રીટમેંટની પણ સમજણ પડી.
આ ધેડીયા સ્પેશિયલ ચાઈલકેર સેંટરની વિઝિટને સફળ પ્રતિસાદ ધેડીયા સ્કૂલના મેનેજમેંટ તરફથી પણ મળ્યો. જી. એમ. સી. સ્કૂલના વિધ્યાર્થીઓને ખૂબ જ પ્રેમથી ધેડીયા સ્કૂલના પ્રિન્સિપાલ ભારતિબેન તથા ટ્રસ્ટીશ્રી રમાબેનએ આવકાર આપ્યો. સાથે ફરી વિઝિટ કરવા પણ પધારવનું ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું. જી. એમ. સી. સ્કૂલના વિધ્યાર્થીઓએ બધા બાળકો સાથે ઘણો સારો સમય પસાર કર્યો એમની સાથે રમ્યા પણ ખરા. આ વિઝિટને સફળ પ્રતિસાદ આપવા બદલ જી.એમ.સી. સ્કૂલના ફેકલ્ટી શિવાનીબેન સામાણીએ ધેડીયા સ્કૂલના મેનેજમેંટ, પ્રિન્સિપાલ, સ્ટાફ બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ અતિઉપયોગી એવી વિઝિટને સફળ બનાવવા બદલ પ્રિન્સિપાલ પ્રતાપ ઓડેદરા, પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા ટ્રસ્ટીશ્રી દેવાભાઈ ભૂતિયા અને તમામ ટ્રસ્ટીશ્રી ઓએ અને સ્કૂલ ના સ્ટાફે શુભેરછા પાઠવી હતી.
