પોરબંદર માં સંજીવની લાઇફ બિયોન્ડ કેન્સર સંસ્થાના કોઓરડીનેટર ઈલાબેન વોરાનું વ્યાખ્યાન યોજાયું
આજ રોજ શ્રી સ્વામિનારાયણ આર. પી.બદિયાની એન્ડ એસ. આર. બદિયાની ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ ખાતે શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીના માર્ગદર્શન હેઠળ સંજીવની લાઇફ બિયોન્ડ કેન્સર સંસ્થા દ્વારા વ્યાખ્યાન યોજાયું.
આ વ્યાખ્યાન માં ઇલાબેન વોરા દ્વારા વિવિધ મુદ્દાઓ જેવા કે કેન્સર જાગૃતિ, કેન્સર થવાના મુખ્ય કારણો, આજના લોકોની જીવનશૈલી, ફૂડ અને ન્યુટ્રિશન વિશે નર્સિંગના વિદ્યર્થીઓને માહિતી આપી હતી. આ વ્યાખ્યાનમાં નર્સિંગ કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા હતા, ઉપરાંત શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી તથા કોલેજના ડાયરેકટર અરવિંદભાઈ રાજ્યગુરુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આવા વ્યાખ્યાનો વારંવાર કોલેજમાં થતાં રહે એવી આશા વ્યકત કરી હતી અને ઇલાબેન વોરાના આ ભગીરથ કાર્યને પ્રોત્સાહિત કરી શુભેરછાં આપી હતી.
આ ઉપરાંત ગઈ કાલે તા. 10 જાન્યુઆરી ના રોજ સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સર સંસ્થા ના અમદાવાદ કેન્દ્ર ના કોઓરડીનેટર ઈલાબેન વોરાએ
1. સરસ્વતી વિદ્યાલય, કુતિયાણા ખાતે ….વિદ્યાર્થીનીઓ ને
2. પરિશ્રમ હાઈસ્કૂલ, રાણાકંડોરણા ના …..વિદ્યાર્થીઓ ને
3. માલધારી હાઈસ્કૂલ, રાણાવાવ 90 વિદયાર્થીનીઓ અને
4 વિકસતી જાતિ કન્યા છાત્રાલય, પોરબંદર ખાતે ….. વિદ્યાર્થિની ઓ ને સરળ ભાષામા તંદુરસ્ત જીવનશૈલી અને કેન્સર નિવારણ વિષય પર વ્યાખ્યાન આપ્યુ હતુ. તેઓ એ યુવા વયથી જ વ્યાયામ, આહાર, 35 વર્ષ ની ઉંમર બાદ સમયાંતરે શારીરિક તપાસ, સ્તન કેન્સર માટે જાત તપાસ, વ્યસન ના દુષ્પરિણામ વગેરે વિષયો ને આવરી લઈ કેન્સરમુકત સમાજ માટે યોગદાન આપવા આહ્વાન કરેલ હતુ. હકારાત્મક વિચાર, યોગ્ય આહાર, તેમજ યોગ અને વ્યાયામ મારફત રોગપ્રતિકારક શકિત મા કઈ રીતે વધારો કરી શકાય તે માટે માર્ગદર્શન આપયુ હતુ. સાથોસાથ આ સંદેશ યુવાન યુવતીઓ તેઓ ના સગાંસંબંધીઓ તથા મિત્ર વર્તુળ મા ફેલાવી જાગૃતિ ફેલાવવા સુચવ્યુ હતૂ. કેન્સર એટલે કેન્સલ નહી તેમ જણાવી સમયસર નિદાન થાય તો મોટાભાગ ના કેન્સર મટાડી શકાય છે તેમ જણાવેલ હતુ.