લાયન્સ કલબ પોરબંદર માં દલજીત શૌનક તથા તીલાશ શૌનક દંપતી,લુધિયાણા હાલ યુ કે, તરફથી અનેરું યોગદાન
લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.15-01-2024 સોમવારના રોજ લાયન વિજયભાઈ ઉનડકટ,શ્રી દલજીત શૌનક તથા તીલાશ શૌનકનું સન્માન તથા તેમના આર્થિક સહયોગથી જલારામધામ વૃદ્ધાશ્રમ ખીરસરાના વડીલોને પૌષ્ટિક ભોજન સાથે સંગીત સંધ્યાનો કાર્યક્રમ….
આ કાર્યક્રમની શરૂઆત લાયન વિજયભાઈ ઉનડકટ, દલજીત શૌનક તથા તીલાશ શૌનકના આર્થિક સહયોગથી જલારામધામ વૃદ્ધાશ્રમ ખીરસરાના 35 થી વધુ વડીલોને પૌષ્ટિક ભોજન આપવામાં આવેલ,
લાયન્સ કલબ પોરબંદર ના સભ્ય શ્રી લાયન વિજય ભાઈ ઉનડકટના સાઢુભાઈ દલજીત શૌનક તથા તીલાશ શૌનક તરફથી લાયન્સ હોસ્પિટલ,ભુજ ખાતે સાડા સાત લાખ નું કિડનીના દર્દીઓને ઉપયોગી થઇ શકે તેવું એક ડાયાલિસિસ મશીન ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલ બા જાડેજાની હાજરીમાં અર્પણ કરવામાં આવેલ, તથા શ્રી દલજીત શૌનક તથા તીલાશ શૌનકના આર્થિક સહયોગથી જલારામધામ વૃદ્ધાશ્રમ ખીરસરાના 35 થી વધુ વડીલોને પૌષ્ટિક ભોજન આપવામાં આવેલ,
તે બદલ તેમનું શાલ ઓઢાડી,પુષ્પ ગુચ્છ તથા મોમેંટો આપી પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડિયા , સેક્રેટરી લાયન અજય દત્તાણી અને સિનિયર લાયન ડો સુરેશ ભાઈ ગાંધી દ્વારા સન્માન કરવામાં આવેલ.
ત્યારબાદ કરાઓકે ઉપર જૂની તથા નવી ફિલ્મોના ગીતો હિતેશભાઈ શાહ, લાયન જીતેશભાઇ રાયઠઠ્ઠા અને લાયન વિજયભાઈ ઉનડકટ, લાયન રાજીવ ભાઈ વ્યાસ એ પોતાની આગવી કલા નો સંગીત દ્વારા પરિચય આપ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી, જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્ત પુરી ગોસ્વામી,લાયન ડો. સુરેશભાઈ ગાંધી સાહેબ,ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી લાયન સુભાષભાઈ ઠક્કર, ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર લાયન vrajalal ભાઈ સામાણી, મુકેશભાઇ ગોસ્લિયા,ઝોન ચેરમેન પંકજ ભાઈ , વર્ષાબેન ગજ્જર, લાયન કિરીટ ભાઈ, લાયન કીર્તિ ભાઈ, લાયન પ્રફુલ ભાઈ , લાયન ગોપાલભાઈ , રેલ્વે અધિકારી મહિન્દ્રા ભાઈ બોરીસાગર વગેરે લાયન મિત્રો પરિવાર જનો સાથે ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી.,