બરડાના ખંભાળા ડેમમાં માછીમારી કરવા ગયેલા સાત માછીમારો ઝડપાયા

એક બોલેરો કાર અને લાકડાના પતરાની હોડી સહિતના મુદ્દા માલ સાથે તેમને ઝડપી લેવામાં આવ્યા: રાણાવાવ રેન્જમાં ગુનો દાખલ

તહોમતદારો પાસેથી દંડ પેટે રકમ રૂા. ૧,૨૬,૦૦૦/- એડવાંસ રીકવરી વસુલ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ

બરડાના ખંભાળા ડેમમાં માછીમારી કરવા ગયેલા સાત માછીમારોને વન વિભાગએ પકડી લીધા છે. એક બોલેરો કાર અને લાકડાના પતરાની હોડી સહિતના મુદ્દા માલ સાથે તેમને ઝડપી લેવામાં આવ્યા છે.સાત તહોમતદાર પાસેથી દંડ પેટે રકમ રૂા. ૧,૨૬,૦૦૦/- એડવાંસ રીકવરી વસુલ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મુખ્ય વન સંરક્ષક વન્યપ્રાણી વર્તુળ જુનાગઢ આરાધના શાહ તથા નાયબ વન સંરક્ષક પોરબંદર અરૂણકુમાર મદદનિશ વન સંરક્ષક પોરબંદર સરવૈયાની વન્યપ્રાણી સંવર્ધન અને સંરક્ષણ બાબતે સુચના મુજબ સધન પેટ્રોલીંગ જંગલ વિસ્તારમાં કરવાની સુચના આપવામાં આવેલ જે સુચના મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.આર.ભમ્મરના માર્ગદર્શન હેઠળ રાણાવાવ રેન્જમાં એક ટીમ બનાવી રાણાવાવ રેન્જના બરડા અભયારણ્ય વિસ્તારમાં વન્યપ્રાણી સંવર્ધન અને સંરક્ષણ કામગીરીમાં રાણાવાવ રેન્જની રાણાવાવ રેન્જની સ્ટેશન કટકી બીટમાં ભતવારીથી ધોરીવાવવાળા જંગલ રસ્તા પર બોલેરો વાહન તથા હોળી સાથે અજાણ્યા શખ્સો મળી આવતા તેની પુછપરછ કરતા (૧) નઝીર ઉમર સુમરા રહે.પોરબંદર, (૨) શબ્બીર મુસા જુણેજા રહે. પોરબંદર, (૩) સલીમ ગફાર મનસુરી રે.માણવદર (૪) અરૂણ સીંકદર શાહની, રે. પતારી (બીહાર), (૫) ચૌહાણ દિપેન શાન્તીલાલ રે.રાણાવાવ (૬) મોહમ્મદ અઝીમ અશરફ મન્સુરી રે.પોરબંદર તથા (૭) સંતોષ ડોમૂ સહની રે. બરઇઠા (બીહાર) તેઓ ખંભાળા ડેમમાં માચ્છીમારી કરવાના હેતુથી આવેલ હોય જે બરડા અભયારણ્યમાં અપપ્રવેશ કરવા તથા ખંભાળા ડેમમાં માચ્છીમારી કરવાના હેતુથી સાત શખ્સો સામે રાણાવાવ રેન્જના રેન્જ ગુન્હા નંબર ૧/૨૦૨૩-૨૪ તા.૧૫/૦૧/૨૦૨૪ થી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની ૨,૯,૨૭,૫૦,૫૧, અને ૫૨ મુજબની કલમ અન્વયે ગુન્હો નોધવામાં આવેલ અને આવેલ દ્રારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.આર.ભમ્મર દ્રારા ગુન્હામાં સાત શખ્સો પાસેથી દંડ પેટે રકમ રૂા. ૧,૨૬,૦૦૦/- એડવાંસ રીકવરી વસુલ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબજે કરેલ મુદામાલમાં મહીન્દ્રા બોલેરો પીકપ ( ફોર વીહલર વાહન) નંબર :- જી.જે.૨૫.યુ.૨૬૨૬ ૨) લાકડા પતરાની હોડી નંગ-૧નો સમાવેશ થાય છે.

કામગીરીમાં જોડાયેલ વનવિભાગ સ્ટાફ

કામગીરીમાં એસ.આર.ભમ્મર, આર.એફ.ઓ.,આર.બી.કારેણા, વનપાલ એ.જે.ભાટુ, વનપાલ એલ.ડી.બડીયાવદરા, વનપાલ એચ.એસ.માળીયા, વનપાલ પી.જે.માળીયા, વનરક્ષક કે.એમ.બાપોદરા, વનરક્ષક એસ.આર.ભમ્મર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ક્ષેત્રિય રેન્જ, રાણાવાવ વગેરે જોડાયા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!